Tue. Apr 21st, 2026
    ઉત્તર પશ્ચિમ ઝોનમાં સો.વે.મે. વિભાગ દ્વારા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…!
    Views 180

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો / ઈસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી.એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે કાર્યવાહી દૈનિક ધોરણે દિવસ દરમ્યાન કરવામાં આવે છે સાથે વધુ અસરકારક કામગીરી થાય તે સારૂ સવાર અને સાંજ સ્પે. સ્કોડ કાર્યરત કરાયેલ છે. જે કાર્યવાહી અંતર્ગત તા. ૦૩.૦૪.૨૦૨૫ થી તા. ૦૪.૦૪.૨૦૨૫ ના રોજ અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ ૨૩૦ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૯૭ એકમો ને નોટીસો ઈશ્યુ કરી, ૩.૩ કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂ. ૧,૩૬,૮૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ સો.વે.મે. નાં નિયમોનાં ઉલ્લઘન બદલ નીચે મુજબ નાં એકમ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેવીકે…

    (૧) ચાંદલોડિયા વિસ્તારમાં
    ગંદકી કરવા બદલ
    રાધે પાન પાર્લર, વંદે માતરમ રોડ ચાંદલોડિયા
    (૨) ચાંદલોડિયા વિસ્તારમાં
    ગંદકી કરવા બદલ
    ધ કિલોગ્રામ ભાજીપાંઉ, શાયોના રોડ ચાંદલોડિયા
    (૩) ઘાટલોડિયા વિસ્તારમાં
    ગંદકી કરવા બદલ
    ભેરુનાથ પસ્તી ભંડાર, પ્રભાતચોક રોડ ઘાટલોડીયા
    (૪) ઘાટલોડિયા વિસ્તારમાં
    ગંદકી કરવા બદલ
    સાઇકૃપા ફેશન સેન્ટર, આઝાદ માર્ગે રોડ ઘાટલોડીયા
    (૫) ઘાટલોડિયા વિસ્તારમાં
    ગંદકી કરવા બદલ
    રાજુ પસ્તી ભંડાર, નિર્ણયનગર રોડ ઘાટલોડીયા ખાતેના એકમોને સીલ કરવામાં આવેલ છે.

    શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતાં તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદાહેતુસર આગામી દિવસોમાં પણ અ.મ્યુ.કો. દ્વારા સખત પગલાં લેવાની કામગીરી કરવામાં આવનાર છે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *