AMCએ ફૂટપાથ-માર્જિનમાં દબાણ કરનારા 13 ખાણી-પીણીના એકમો સામે કરી કાર્યવાહી*
Views: 9માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફના માર્ગ પર ટેબલ-ખુરશી મૂકી દબાણ કરનાર એકમો સીલ, 8 એકમો પાસેથી રૂ.1.55 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો*
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં આવા કુલ 13 ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દબાણના મામલે કુલ 8 એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ.1,55,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.AMC દ્વારા શહેરમાં જાહેર ઉપયોગ માટેના ફૂટપાથ અને અન્ય જાહેર જગ્યાઓ પર દબાણ થતું અટકાવવા માટે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને ખાણી-પીણીના એકમો દ્વારા ગ્રાહકો માટે ટેબલ-ખુરશી ગોઠવી ફૂટપાથ કે માર્જિનની જગ્યા ઉપયોગમાં લેવાથી રાહદારીઓ માટે અવરજવરમાં અડચણ ઊભી થતી હોય છે. માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફના વિસ્તારમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન આવા દબાણ સામે કડક વલણ અપનાવી 13 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
