Thu. Dec 1st, 2022
    વાડજ વિસ્તારમાં પાટીદાર નામની ગેરકાયદેસર ઇમારતને દૂર કરવામાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા…!

    Share with:


    વાડજ વિસ્તારમાં પાટીદાર નામની ગેરકાયદેસર ઇમારતને દૂર કરવામાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા…!
    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા,
    અમદાવાદ મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનના વાડજ વિસ્તારમાં પાટીદાર નામની ગેરકાયદેસર ઇમારતને સીલ મારે ઘણો સમય પસાર થવા છતાં તેને દૂર કરવાની કાર્યવાહી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કયા કારણોથી નથી કરતા તેની તપાસ થવી અત્યંત જરૂરી હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. પાટીદાર નામની આ ગેરકાયદેસર ઇમારતમાં ફક્ત નોટિસો અને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી તે કાર્યવાહીમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે, ત્યારે આવી નજીવી સીલ મારવાની કાર્યવાહી કરી, સેટિંગ વાળા બાંધકામોને બચાવી લેવાય છે તેવી ચર્ચા એ પણ વિસ્તારમાં જોર પકડ્યું છે. જેથી આ તમામ હકીકતોને ધ્યાને લઈ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ પાટીદાર નામની ગેરકાયદેસર ઇમારતને દૂર કરવાના આદેશ આપી કાયદાનો અમલ કરાવે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *