Thu. Dec 1st, 2022
    મધ્ય ઝોનમાં રેસીડેન્સી મંજૂરીના ઓથા હેઠળ ચાલતો મસ મોટો ભ્રષ્ટાચાર..!

    Share with:


    મધ્ય ઝોનના ડીવાયએમસીની છત્રછાયામાં એસ્ટેટ વિભાગમાં રેસીડેન્સીના પ્લાન મંજૂર કરાવી, કાર્યરત અનેક ગેરકાયદેસર કોમર્શિયલ ઇમારતો…!

    મધ્ય ઝોનમાં રેસીડેન્સી મંજૂરીના ઓથા હેઠળ ચાલતો મસ મોટો ભ્રષ્ટાચાર..!
    અમદાવાદ શહેર કોટ વિસ્તારમાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને રાજકીય આકાઓની છત્રછાયાના કારણે ઠેર ઠેર ગેરકાયદેસર કોમર્શિયલ એકમો ઊભા થઈ ગયા છે, સાથે સાથે રેસીડેન્સીના પ્લાન મંજૂર કરાવી તે જગ્યાએ કોમર્શિયલ વપરાશ ચાલુ થઈ ગયા છે તેની અનેક ફરિયાદો મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં થવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કાયદાનો અમલ કરતા ન હોવા છતાં ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાતાકીય કાર્યવાહી હાથ ના ધરે તો સમજવું શું ?
    મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં ઘાંચીની પોળ માં ત્રણથી ચાર ઇમારતોને કોર્પો. દ્વારા સીલ મારવામાં આવેલ છે. કહેવાય છે કે ઇમારતોના માલિકો દ્વારા સીલ તોડી કાયદાનો ભંગ કરેલ છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ ઇમારતોને કોર્પોરેશનના પોતાના તાળાના સીલ મારવાનું સૂઝતું નથી.
    ઘાચીની પોળની ઈમારતના માલિકો અને સ્થાનિક નેતાઓની ભલામણથી આ ઇમારતોમાં કોમર્શિયલ વપરાશ ચાલુ કરવાની અધિકારી દ્વારા મૌખિક મંજૂરી આપી હોવાનું જાણવા મળેલ છે.
    તેવી જ રીતે મહેશ ફૂટવેર અને જે. કે. ફૂટવેર સારંગપુર કોર્ટની રાંગ ખાતેની ઇમારતોના માલિક દ્વારા રેસીડેન્સીની મંજૂરી મેળવેલ હતી કામગીરી પૂર્ણ થઈ ગયા પછી આ ઈમારતોમાં હાલમાં કોમર્શિયલ વપરાશ ચાલુ થયેલ હોવા બાબતે અનેક ફરિયાદો થવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ના હલે તો સમજવું શું ?
    કહેવાય છે કે કાલુપુર ટંકશાળ રોડ ઉપર વરખવાળાની ઇમારતમાં રેસીડેન્સી પ્લાન મંજૂર કરાવેલ છે પરંતુ આ ઇમારતની ઉચાઈમાં વધારો કરેલ હોવાનું અને હાલમાં જે કામગીરી થઈ રહી છે તે કોમર્શિયલ પ્રકારની થતી હોવાની માહિતી મળેલ હતી, આ તમામ હકીકતોની સત્યતા જાણવા બાબતે જન સમૃદ્ધિ ન્યૂઝ ના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા ઝોન ના ડે. એસ્ટેટ. ઓફિસરને મળવાનો પ્રયાસ હાથ ધરતાં, તેઓ દ્વારા મુલાકાત આપવાનું ટાળતા હોવાથી મુલાકાત થઈ શકી નથી.
    જેથી આ તમામ ઇમારતોની ચોક્કસ માહિતી ઝોનના જવાબદાર અધિકારીઓ પાસેથી મેળવી, ફોટોગ્રાફી સાથે વિસ્તૃત અહેવાલ આગામી દિવસોમાં પ્રસિદ્ધ કરીશું.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *