Thu. Dec 1st, 2022
    મધ્ય ઝોનમાં પબ્લિક ટોયલેટ ની આદર્શ સફાઈ બાબતે કરોડો રૂપિયા ખર્ચવા છતાં ટોયલેટ નર્ગાકારની સ્થિતિમાં !

    Share with:


    મધ્ય ઝોન ડીવાયએમસી મૂકપ્રેક્ષની ભૂમિકામાં

    અમદાવાદ શહેરમાં સફાઈ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચવા છતાં આદર્શ સફાઈ થતી ન હોવાથી ખુદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાત તપાસ હાથ ધરાતા, તંત્ર હરકતમાં આવી ગયું છે અને હાલ કંઈક કામગીરીમાં સુધારો આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
    પરંતુ મધ્ય ઝોનના વિસ્તારોમાં પબ્લિક ટોયલેટ નો દરરોજ વધુ વપરાશ થતો હોવાથી, ગંદકીનો ઉપદ્રવ ના થાય તે માટે ટોયલેટમાં દરરોજ એસિડ અને ફિનાઈલનો ઉપયોગ કરી આદર્શ સાફ કરવાની કામગીરી પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના બિલો આદર્શ સફાઈ થતી ના હોવા છતાં મંજૂર થઈ રહ્યા છે !
    જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા પબ્લિક ટોયલેટ ની આદર્શ સફાઈ થતી નથી, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ટોયલેટમાં એસિડ કે ફિનાઈલથી સાફ થતા ન હોવાની અને ફક્ત અને ફક્ત પાણીના ફુવારા મારી કરોડોના બીલો મંજૂર થઈ રહ્યા છે, ટોયલેટોની આદર્શ સફાઈ થતી ન હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં કાયદાનો યોગ્ય અમલ ના થાય તો આમાં સમજવું શું ?
    મધ્ય જોનમાં પબ્લિક ટોયલેટમાં દરરોજ એસિડ અને ફિનાઈલ થી સાફ કરવા માટે કોન્ટ્રાક્ટર દરરોજ કેટલો એસિડ અને ફિનાઈલ વાપરે છે તેની જનસમૃદ્ધિ યોજના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા વોર્ડના પીએચએસ પાસેથી ટેલીફોનિક માહિતી મેળવતા જાણવા મળેલ કે આવી માહિતી અમારી પાસે નથી ! કોન્ટ્રાક્ટર પાસે મંગાવી આપને આપીશું !
    પબ્લિક ટોયલેટ સાફ કરવા માટે દરરોજ એસિડ અને ફિનાઈલ નો ઉપયોગ કરી ટોયલેટની આદર્શ સફાઈ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં જવાબદાર અધિકારીઓની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા ને કારણે આ ટોયલેટ નર્જગરની સ્થિતિમાં હોવાનું આ ફોટોગ્રાફ ઉપર થી સ્પષ્ટ જણાઈ આવે છે, અધિકારીઓની ભ્રષ્ટાચારી નીતિના કારણે મોટાભાગના કોન્ટ્રાક્ટરોને ઘી કેળા થઈ રહ્યા છે અને માલામાલ થતા નજરે પડી રહ્યા છે…!
    પ્રજાના ટેક્સના પૈસાનો ખોટો વ્યય જવાબદાર અધિકારીઓ કરી રહ્યા છે તેમ છતાં તેઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી હાથ ના ધરે તો આમાં ચોક્કસ ઉપરથી નીચે સુધી કંઈક રંધાઈ રહ્યું છે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *