Sat. Aug 20th, 2022
  દાણીલીમડા વોર્ડમાં કિન્નરી એપાર્ટમેન્ટના ગે.કા.બાંધકામમાં ફરજી ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાની થયેલી ફરિયાદો…!

  Share with:


  દાણીલીમડા વોર્ડમાં કિન્નરી એપાર્ટમેન્ટના ગે.કા.બાંધકામમાં ફરજી ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાની થયેલી ફરિયાદો…!
  જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા તા. ૩૦-૬-૨૦૨૨ ના રોજ કિન્નરી એપાર્ટમેન્ટ નામની સ્કીમ ગેરકાયદેસર ઉભી કરવા બાબતે અને આ બાધકામને રક્ષણ આપનારા બી પી એસ પી અને ઝોનના જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારિક નીતિનો પર્દાફાશ કરતો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
  ત્યારે હવે આ ગેરકાયદેસર સ્કીમ પ્રકારના બાંધકામમાં જન સમૃદ્ધિ ન્યુઝને બીજી ચોકાવનારી માહિતી મળેલ છે, જેમાં વેચાણ કરારમાં ગેરરીતી આચરી પ્લાન મંજૂર કરાવવા ફાઈલ મુકેલ છે, તો શું આ કરારમાં ગેરરીતી આચરવામાં આવેલ છે માટે બીપીએસપી વિભાગમાંથી ફાઈલ મંજૂર થઈને ઝોનમાં આવી નથી ? ફાઈલ મંજૂર થઈ ના હોય તો ઝોન આ સ્કીમ પ્રકારની ગેરકાયદેસર ઇમારતને સીલ મારવાની કે તેને દૂર કરવાની કાર્યવાહી કરવા બાબતે કોની રાહ જોઈ રહી છે ? શું ઝોનના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે માટે કાયદાનો અમલ કરતા નથી ? શું આ બિલ્ડર રાજકીય વગ ધરાવે છે માટે આ ગેરકાયદેસર સ્કીમ પ્રકારનું બાંધકામ અડીખમ ઊભું છે ? આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર સ્કીમ પ્રકારના બાંધકામને રક્ષણ આપનાર જવાબદાર કયા કયા અધિકારીઓ અને રાજકીય નેતાઓ છે તેની મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

  Share with:


  Avatar

  Leave a Reply

  Your email address will not be published.