સારા શિક્ષણ અને આરોગ્યની સાથે ફ્રી વીજળીનો મુદ્દો પણ આવનારી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ, રાણીપ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, તથા ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, પાટણ, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. આ આયોજનો દ્વારા વીજળી આંદોલન ને જનતા સુધી પહોંચાડવામાં ઘણી મદદ મળી છે, અને સફળતા પૂર્વક આમ આદમી પાર્ટી ગુજરાત ના લોકો ને વીજળી પાછળના ભ્રષ્ટાચાર વિશે જાગૃત કરી રહી છે. ગુજરાતના દરેક નાના મોટા ગામ અને શહેરોમાં જઈને ને આમ આદમી પાર્ટી એ લોકોને તેમનો અધિકાર અપાવવાનું કાર્ય કર્યું છે.
દિલ્હી સરકાર અન્ય રાજ્યોમાંથી વીજળી ખરીદીને દિલ્હીની જનતાને મફત વીજળી આપી રહી છે, જ્યારે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરીને અન્ય રાજ્યોને વેચવામાં આવે છે. જેના કારણે ગુજરાતની વીજળીનો લાભ ગુજરાતની જનતાને મળી રહ્યો નથી. ગુજરાતની જનતા ભ્રષ્ટ ભાજપ સરકાર અને ખાનગી વીજ કંપનીઓની મિલીભગતથી મોંઘી વીજળી ખરીદવા મજબૂર છે. આ બધી બાબતો હવે જનતા જાણી ગઈ છે.
ગુજરાત સરકારે આદમી પાર્ટીના ફ્રી વીજળી આંદોલનને કચડી નાખવાનો વારંવાર પ્રયાસ કર્યો. જેમાં ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની જગ્યાએ જગ્યાએથી તાનાશાહી રીતે અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના મજબૂત કાર્યકરોએ દરેક વખતે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. ગુજરાતની જનતાએ પણ ફ્રી વીજળી આંદોલનને ટેકો આપ્યો હતો, જેના કારણે ભ્રષ્ટ ભાજપ સરકાર આ વીજળી આંદોલન સામે નિસહાય અને લાચાર થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીની સરકાર તરફથી દિલ્હીના લોકોને દર મહિને 200 યુનિટ વીજળી મફત મળી રહી છે અને હવે 1 જુલાઈથી પંજાબના લોકોને પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં મળવા જઈ રહી છે. આ મફત વીજળી એ લોકોનો અધિકાર છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને આ અધિકાર અપાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સારા શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાની સાથે સાથે મફત વીજળીનો મુદ્દો પણ આવનારી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.
