
અમદાવાદ મહાનગર પાલિકામાં દિવસ અને રાત્રિની સફાઇ કરાવવા માટે જે તે મંડળીઓ અને સંસ્થાઓને લાખો રૂપિયાની કામગીરી સોંપાય છે મંડળીઓ અને સંસ્થાના જે કર્મચારીઓ કામ કરે છે તે કર્મચારીઓના નામોની નોંધ વોર્ડ કે ઝોન લેવલે રખાતી નથી જેથી જે તે જગ્યાએ ઓછા કર્મચારીઓ મૂકી વધારે કર્મચારીઓની સંખ્યા દર્શાવી કોર્પોરેશનની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માં સફાઇની કામગીરી કરતી મંડળીઓ અને સંસ્થાઓ દ્વારા વધારે કર્મચારીની અને વધારે કલાકોની કામગીરી કરવા માટે મંજૂરી મેળવે છે જ્યારે ખરેખર તે જગ્યા ઉપર ઓછા કર્મચારીથી અને ઓછા કલાકોમાં કામગીરી પૂર્ણ થતી હોવા છતાં વોર્ડના પી. એચ. એસ. અને ઝોનના આસિસ્ટન્ટ ડાયરેકટર દ્વારા આ ગેરકાયદેસર કામગીરીને નજર અંદાજ કરી કોર્પોરેશનની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં ચૂપકીદી સેવી ને હાથ પર હાથ ધરી એ.સી. કેબીનોમાં બેસી રહેતા હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
કહેવાય છે કે મંડળીઓ અને સંસ્થાઓ રાજકીય નેતાઓના ઇશારાથી પોતાના મળતિયાઓને અપાતી હોવાથી મંડળીના માલિકો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારિક નીતિના કારણે આ બાબતમાં કોઇ સુધારો આવે કે ચોક્કસ પ્રકારનું મોનીટરીંગ થાય તેવા પ્રયત્નો હાથ ધરાતા ન હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકામાં વધુ કર્મચારી અને વધુ કલાકો દર્શાવી કયા કયા કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનની તિજોરીને લૂંટી રહ્યા છે અને કયા અધિકારીઓ ચૂપકીદી સેવી રહ્યા છે તેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…