Sat. Jul 2nd, 2022
  દરિયાપુર વાડીગામમાં સટ્ટાંની અસામાજિક બદીથી યુવાધન બરબાદીના પંથે…!

  Share with:


  દરિયાપુર પી.આઈ કાર્યરત અસામાજિક બદીઓને કાયમી ધોરણે દૂર કરે તેવી જાગૃત પ્રજા ની માંગ…!

  દરિયાપુર વાડીગામમાં સટ્ટાંની અસામાજિક બદીથી યુવાધન બરબાદીના પંથે…!
  ગુજરાત વિધાનસભા સત્રમાં ગુજરાતમાં ચાલતી દારૂ જુગાર સટ્ટો અને ડ્રગ્સની અસામાજિક બદીઓ અંકુશમાં નહિ હોવાથી ભાજપ સરકાર ઉપર કોંગ્રેસ દ્વારા ભાજપના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ થઇ રહી છે તેમ છતાં અમદાવાદમાં આવી અસામાજિક બદીઓ સદંતર બંધ થવાનું નામ નથી લઈ રહી…!
  અમદાવાદ શહેરમાં ક્યાંકને ક્યાંક છાના છૂપે આવી અસામાજિક બદીઓ અને કહેવાતા વહીવટદારો દ્વારા મૌખિક મંજૂરીઓ આપી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળવા પામેલ છે.
  દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાડીગામમાં વર્ષોથી ચલાવી રહેલ સટ્ટાંની અસામાજિક બદીઓના બુટલેગરો દ્વારા હાલમાં પણ સટ્ટાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાની જનસમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળવા પામેલ છે.
  કહેવાય છે કે દરિયાપુર વિસ્તારમાં અગાઉ સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મી દ્વારા દરિયાપુરમાં ઠેરઠેર અસમાજીક બદીઓને મૌખિક મંજૂરી આપી રહ્યાની પણ ચોંકાવનારી માહિતી મળેલ છે. દરિયાપુરમાં ઠેરઠેર કાર્યરત અસામાજિક બદીઓનો વિસ્તૃત ચિતાર જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..

  Share with:


  Avatar

  Leave a Reply

  Your email address will not be published.