કારંજ પોલીસ ભદ્ર પ્લાઝાના પરિસરમાં પીળા પટ્ટાથી નિયત કરેલ જગ્યા સિવાય કરાતા ગેરકાયદે દબાણો કાયમી ધોરણે દૂર કરાવે તેવી માંગ…

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર મુજબ રોડ ઉપર ના દબાણો દૂર કર્યા બાદ તે રોડ ઉપર કોઈ નવા અસ્થાયી દબાણો ના થાય તે જોવાની પોલીસ ખાતાના અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવેલ છે.
ભદ્ર પ્લાઝા પરિસર જાહેર જનતાની અવર જવર માટે ખુલ્લો રાખવા અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં મઘ્યાઝોન એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરેલ છે, આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હપ્તા ઉઘરાવી કાયમી દબાણ કરી રહ્યા હોવાનું તેમજ દબાણ ગાડી ભદ્ર પરિસરમાં કાયમી ઊભી રહેતી હોવા છતાં કારંજ પોલીસ કાયમી દબાણ દૂર કરાવી શકતી ન હોવાનું જાણવા મળેલ છે.
ભદ્ર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા દબાણને કારણે જાહેર જનતાને અવરજવરમાં તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ પરિસરમાં પાડેલ પટ્ટા સિવાય અન્ય વધારાના દબાણકર્તાઓ સામે આઈ.પી.સી.ની જોગવાઇ હેઠળ કારંજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરી, પટ્ટા સિવાયના દબાણો કાયમી ધોરણે દૂર કરાવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા માગી છે.
ભદ્ર પરિસરમાં અસામાજિક તત્વો દ્વારા ઉઘરાવાતા લાખ્ખો રૂપિયાની ભાગબટાઈની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…