
ફરીયાદી કોલસીનો કચરો ઈંટો ના ભઠ્ઠાવાળા ને વેચવાનો ધંધો કરે છે. આ કોલસી જામનગર બંદરના દરિયા કિનારે વિદેશથી વહાણમાં આવે છે તેમાંથી અનલોડિંગ થતા સમયે જે કોલસી દરિયાના પાણીમાં ઢોળાઈ જાય તે કચરો હોડીવાળા મજૂરો દ્વારા બહાર કાઢી ને ફરિયાદીને વેચે છે અને ફરિયાદી આવો કચરો પોતાની રીક્ષામાં ભરી વેચતા હોય, આ કામના આરોપીએ ફરિયાદીને દરિયામાંથી ચોરી કરવાના ગુનામાં ફીટ નહી કરી દેવાની ધમકી આપી, ગેરકાયદેસર હપ્તા પેટે રૂ.૧૧,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરેલ અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની માંગણી કરી, લાંચનો સ્વીકાર કરી પકડાઈ ગયેલ છે. ઉપરોકત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.