Sat. Jul 2nd, 2022
    વિજય પાર્ક સોસાયટીના નાકે, ગોરના કૂવા પાસેના કાર્યરત મસમોટા ગેરકાયદે બાંધકામમાં લાખોની ખાયકી…! તંત્ર મુકપ્રેક્સની ભૂમિકામાં…

    Share with:


    પૂર્વ ઝોનના ભાઇપુરા વોર્ડમાં કાર્યરત ગેરકાયદેસર બાધકામમાં તાકીદે કાયદાનો અમલ કરી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી…

    વિજય પાર્ક સોસાયટીના નાકે, ગોરના કૂવા પાસેના કાર્યરત મસમોટા ગેરકાયદે બાંધકામમાં લાખોની ખાયકી…! તંત્ર મુકપ્રેક્સની ભૂમિકામાં…
    પૂર્વઝોન સ્ટેટ વિભાગના અધિકારીઓ અન્ય કોઈ ઝોનના તોલે આવી શકે એમ જ નથી ! બેફામ અને ભ્રષ્ટાચારમાં ખૂંપી ગયેલા અધિકારીઓ ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી કાયદાનો યોગ્ય અમલ કરતા ન હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ કાયદાનો અમલ કરાવી શકતા ન હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.
    કહેવાય છે કે આ ગેરકાયદેસર દુકાનો દૂર નહીં કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા તમામ ગેર કાયદે દુકાનો નહિ તોડવા દઈએ તે માટેના લાખો રૂપિયાની સોપારી લીધેલ હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે.
    વિજય પાર્ક ખાતે ની આ ગેરકાયદેસર દુકાનોમાં કાયદાની ઐસી કી તૈસી કરી રાજકીય વગ ને પ્રોત્સાહન આપતા હોય તેવો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે..!
    ત્યારે પૂર્વજોનના ભાઇપુરા વોર્ડમાં વિજય પાર્ક સોસાયટીના નાકે, ગોરના કુવા પાસે, મણિનગર ખાતે ગેરકાયદેસર નવ થી દસ દુકાનો કાર્યરત હોવાની અનેક ફરિયાદો રજૂઆતો અને અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે, તેમ છતાં પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કયા કારણોથી આ મસમોટા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ને અટકાવી શકતા નથી તેની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.