Sat. Aug 20th, 2022
    દરિયાપુર વોર્ડ ઈન્સ્પેકટરની છત્રછાયામાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!<br>ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોને અપાતું રક્ષણ…!

    Share with:


    દરિયાપુર વોર્ડ ઈન્સ્પેકટરની છત્રછાયામાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!<br>ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોને અપાતું રક્ષણ…!
    દરિયાપુર વોર્ડ ઈન્સ્પેકટરની છત્રછાયામાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!
    ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોને અપાતું રક્ષણ…!

    અમદાવાદ શહેરના કોટ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો ના થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અને હાઇકોર્ટ દ્વારા વારંવાર દિશાનિર્દેશો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી, ફાઈલો અભરાઇએ ચડાવી દેતાં હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને ચોંકાવનારી માહિતી મળેલ છે.
    આવું જ કંઈક દરિયાપુર વોર્ડમાં ચાલી રહ્યું હોવાની માહિતી મળવા પામેલ છે જેમાં (૧) દરિયાપુરમાં ગલી નંબર 5 ની બાજુમાં, જુગલદાસ ની ચાલી, ઇદગાહ ખાતે (૨) પેટ્રોલ પંપની બાજુમાં, ઇદગા ચોકી સામે (૩) સોનીની ગલી ની બાજુમાં દિલ્હીચકલા ખાતે (૪) નવરંગ પેઇન્ટના ખાંચામાં દિlચકલા ખાતે અને (૫) અંબિકા જ્વેલર્સ ની બાજુમાં, કટારિયા શોરૂમ ની લાઈનમાં પ્રેમ દરવાજા ખાતે ના ગેરકાયદેસર બાંધકામોમાં વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા કાગળ ની તમામ નોટિસો આપી, બાંધકામને સીલ કરવામાં આવેલ હતા. પરંતુ આ સીલ કરેલા બાંધકામો થોડો સમય માટે બંધ રહ્યા, સેટિંગ થઇ ગયા પછી આ બાંધકામોના માલિક દ્વારા સીલ તોડી, કામગીરી ચાલુ કરી, હાલમાં ગેરકાયદેસર વપરાશ ચાલુ થઈ ગયેલ છે.
    હવે એ જોવાનું રહ્યું કે કોર્પોરેશન દ્વારા કાયદાકીય નોટિસો આપેલી હોય, સીલ મારેલા હોય, સીલ કમિશનરની મંજૂરી વિના ખુલી જાય અને ગેરકાયદેસર વપરાશ કરવા છતાં કોર્પોરેશન ફરીથી સીલ ના કરે તેમજ ગેરકાયદેસર બાંધકામો દૂર ના કરે તો આમાં ભ્રષ્ટાચાર નથી તો તેવું કેવી રીતે માની શકાય..?
    આ ભ્રષ્ટાચારનો સડો નાના કર્મચારીથી ઉચ્ચ અધિકારી અને ઉચ્ચ રાજકીય નેતાઓ સુધી પહોંચ્યો હોવાથી ગેરકાયદેસર બાંધકામો અને જવાબદાર અધિકારીઓ નો વાળ પણ વાંકો થતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે.
    મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ માં વોર્ડ ઇન્સ્પેક્ટર થી લઈને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ફક્ત શોભાના ગાંઠિયાની જેમ ફક્ત અને ફક્ત કાગળ ની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામમાં કાયદાનો યોગ્ય અમલ કરી તેને દૂર કરે તે બાબતના આદેશો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.