જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં મ્યું. કમિશનરનાં પરિપત્રો અને સરર્ક્યુલરોનો અમલ વોર્ડ ઇન્સ્પેકટરો કરતા ન હોવા છતાં મધ્ય ઝોનના ડે. મ્યું. કમિશનર અને આસી. મ્યુ. કમિશનર (ખાડિયા) શોભાના ગાઠીયાની જેમ બેસી રહેતા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.
ખાડિયા ૧ વોર્ડમાં મકાન નંબર ૮૦, સીટી સરવે નંબર ૧૦૭-૧૦૮, દેરાસરવાળો ખાંચો, બડાની ખડકી, ઘાંચીની પોળમાં રેસીડેન્સી મકાનમાં રીપેરીંગની મંજુરી મેળવી, જે ઇમારત ઊભી કરવામાં આવી છે, તે હાલમાં બની રહી છે તે નવી ઇમારત અને જૂની રેસીડેન્સી ઇમારતના ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો. તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે જૂના બાધકામ કરતા નવા બનાવેલ બાધકામમાં રજા ચીઠીની શરતોનો અને મ્યું. કમિશ્નરે બહાર પાડેલ સરર્ક્યુલરનો ખુલ્લે આમ ભંગ એન્જિનિયર અને બિલ્ડર દ્વારા કરવામાં આવેલ છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં મધ્ય ઝોનના ડે. એસ્ટેટ ઓફિસર કે જેઓની જવાબદારી મ્યું. કમિશ્નરના સરર્ક્યુલરનો અને કાયદાનો અમલ કરાવવાની છે, તેમ છતાં કયા કારણોથી આ મસમોટી ઈમારતમાં શરતોનો ભંગ થવા છતાં કાયદાનો અમલ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે ?! તે સમજાતું નથી…!
કહેવાય છે કે ઘાંચીની પોળમાં અનેક રેસીડેન્સીના મકાનોમાં ગે.કા. બાધકામો કરેલ છે…સાથે સાથે રીપેરીંગની મંજૂરી મેળવી..થોડો સમય પસાર થયા પછી વાણિજ્ય ઉપયોગ ચાલુ થઈ જાય છે તેમ છતાં ખાડિયા ૧ વોર્ડ ઇન્સ્પેકટર, ખાડિયાના આસી. ટી.ડી.ઓ. અને ડે. એસ્ટેટ ઓફિસરને અનેક ફરિયાદો કરવા છતાં આવા શરત ભંગવાળા અને ગે. કા. બાધકામોને સીલ મારવાની કે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરતાં નથી.
કારણકે આવી કામગીરી સામે કાર્યવાહી નહી કરવા માટે લાખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. ત્યારે મ્યું. કમિશ્નર મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશ્નરની અને એસ્ટેટ વિભાગના બેજવાબદાર અધિકારી/કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી અંગેની કડક કાર્યવાહી હાથ ધરે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ઘાંચી ની પોળમાં મકાન નંબર ૮૨ માં તંત્ર દ્વારા વારંવાર સીલ મારવા છતાં હાલમાં ગે.કા. વપરાશ ચાલુ કરેલ હોવાનું અને મકાન નં. ૧૩૯-૧૪૦ માં એકત્રીકરણ અને શરતભંગ કરીને કાર્યરત કામગીરી પણ શંકાસ્પદ હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામી છે જેની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…