અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ફરીયાદવાળા ખાધ્ય ધંધાકીય એકમ ખાતે કામગીરી હાથ ધરવામાં આવી.
અમદાવાદ શહેરમાં આવેલ સાઉથ ઇન્ડિયન હોટલ, રેસ્ટોરન્ટ તેમજ વિવિધ ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલ ફાસ્ટફુડના ધંધાકીય એકમોનું ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે સઘન ચેકીંગ હાથ ધરી પગલા ભરવાની સક્રિય કામગીરી હાથ ધરાઇ.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે કુલઃ-૬૭ જગ્યાઓનું ચેકીંગ કરી, ૧૨ નમુનાઓ લઇ, તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે નિયમોનું પાલન ન કરવા બદલ ૨૯ નોટીસ ઇસ્યુ કરી રૂા.૧,૧૭,૦૦૦/- મ્યુનિ. વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
(૧)મયુર રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, એ-૧૦૧, પહેલો માળ, મધુસુદન બીઝનેસ પાર્ક, જીઆઇડીસી નરોડા સામે, અમદાવાદવાળી જગ્યામાં આવેલ પંજાબી સબજીમાંથી વંદો નીકળવાની ફરીયાદના અનુસંધાને સદર એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવેલ છે.
(૨)પાર્શ્વનાથ ટ્રેડર્સ, એ/૭, શ્રેયશ કોમ્પલેક્ષ, મકરબા રોડ, વેજલપુર, અમદાવાદ વાળી જગ્યાએથી ગ્રાહકે મેંગો પીકલ્સ (શુભ) બ્રાન્ડની પેક કાચની બોટલ ખરીદેલ, જેમાં ગરોળી હોવાની ફરીયાદ આવતા સદરહું ધંધાવાળી જગ્યાએથી રૂા. ૧૦,૦૦૦/- વસુલ લીધેલ છે તેમજ આ મેંગો પીકલ્સ (શુભ) બ્રાન્ડનું ઉત્પાદન સાણંદ ખાતે આવેલ હોઈ ત્યાના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીને તપાસ કરવા માટે જાણ કરેલ છે.
હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ પાર્લર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, કેન્ટીન, મેન્યુફેકચર્સ તથા વિવિધ ખાધ્ય પદાર્થના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે કે આપના ધંધાના સ્થળે પેસ્ટ કંટ્રોલ તાત્કાલીક કરાવી, કિચનવેસ્ટ કોન્ટ્રાકટ અંગેનું સર્ટીફિકેટ પણ મેળવી લેવા તાકીદ કરેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્રારા આવનાર દિવસો દરમ્યાન જાહેર આરોગ્યના હીતમાં આઇસ્ક્રીમ, વિવિધ પ્રકારના જ્યુસ, ઠંડાપીણા, બરફના ગોળા અને ખાધ્ય બરફનું ઉત્પાદન કરતા યુનિટો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઈ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વાળી જગ્યા, હોટલ / રેસ્ટોરન્ટમાં સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ / બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.
આથી તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને જાણ કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેનું લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવી લઇ વ્યવસાય કરવા જણાવેલ છે.
અમદાવાદ મહાનગર પાલિકા ની હદમાં અનેક જગ્યાએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવ્યા વિનાના અનેક એકમો ધમધમી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે. તેથી ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવેલ ન હોય તેવા તમામ એકમોનું સઘન ચેકીંગ કરી, કાયદાનો કડક અમલ કરવામાં આવે, તો પ્રજાના આરોગ્ય સાથે જે ચેડાં થઈ રહ્યા છે તેમાં સુધારો આવી શકે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!