Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં એકતા સમિતિની મીટીંગ અમ. મ્યું. કોર્પો., દાણાપીઠ ખાતે મળી.

જન સમૃદ્ધિ ન્યૂઝ

જન સમૃદ્ધિ ન્યૂઝ..
તા. ૨૬-૦૬-૨૦૨૪
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
મો. ૯૮૨૪૮ ૩૧૩૩૧

અમદાવાદ શહેરમાં સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાના સંદર્ભમા અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં મળેલ એકતા સમિતિની મીટીંગ દરમ્યાન હાજર રહેલ અમદાવાદમ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા એકતા સમિતિના સભ્યશ્રીઓની હાજરીમાં થયેલ સુચનોના અનુસંધાને તથા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ ઉપર સઘન ઝુંબેશ હેઠળના જુદા જુદા વિભાગો દ્વારા રથયાત્રા સુધી વિધિધ પ્રકારના કરેલ કામો તથા હવે પછી કરવાના થતા કામોની વિગતો નીચે મુજબ છે.

જેમાં ઈજનેર વિભાગ દ્વારા રથયાત્રાના સંપૂર્ણ રૂટ ઉપરાના રસ્તા ઉપર માઈક્રો લેવલ સર્વે કરી જરૂરી મેનહોલ/કેચપીટ રોડ લેવલે કરવા/રીપેરીંગ કરવામાં આવેલ છે. રોડની બંને બાજુની ફુટપાથ તેમજ સેન્ટ્રલ વર્જ રીપેર/રીઇન્સ્ટેટનીકામગીરી કરાવેલ છે. રથયાત્રાના ઉપર પેચવર્કના કામો તથા રોડ પર પડી રહેલ ડેબ્રીજ ઉપાડી લેવા સાથેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાવેલ છે. રથયાત્રાના જમાલપુર, ખાડિયા, કાલુપુર વિસ્તારના માર્ગ ઉપર મુખ્ય ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે આગોતરા આયોજન રૂપે રથયાત્રાના રૂટ ઉપર સુપરસકર મશીન દ્વારા ડ્રેનેજ લાઈનનાં મેનહોલ ડીસીલ્ટ કરવામાં આવેલ છે. રથયાત્રાના માર્ગના રસ્તા ઉપર સેન્ટર પટ્ટા, સાઈડ પટ્ટા, બમ્પ ઉપર થમ પ્લાસ્ટ પેઈન્ટની કામગીરી કરાવવામાં આવે છે. જમાલપુર વોર્ડમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વે યોજવામાં આવતી જલ યાત્રાના ઉત્સવ નિમીત્તે ૨૨ જુન પહેલા જગદીશ મંદિરની ચાલી થી સોમનાથ ભુદરનો આરો જલયાત્રા) રોડ ઉપર જરૂરી પેચવર્ક કરી તથા અન્ય રૂટ ઉપરની ઇજનેર ખાતાને લગતી કામગીરી પૂર્ણ કરાવેલ છે.

આગામી ૭ જુલાઇએ યોજાનાર રથયાત્રાના સંદર્ભે ઝોનલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આજ દિન સુધી ૧૦૯૫ રનીગ મીટર ફુટપાથ રીપેરીંગ, તથા ૭૨૫ મીટર નવી ફુટપાથ બનાવેલ છે. ૯૨ નંગ મેનહોલ લેવલીંગ / રીપેરીંગ, ૩૫૪૫ ચો. મીટર રોડ પેચવર્ક (પેચવર્ક, માઈક્રો રીસરફેસ, મીલીંગ કરી હેવી પેચવર્ક, જેટ પેચર તેમજ ઈન્ફ્રારેડ પોટહોલ્સ પેચીંગ ટેક્નોલોજીની મદદથી) કામગીરી પૂર્ણ કરેલ છે.

સદર રથયાત્રા રૂટ ઉપરની હયાત ડ્રેનેજ લાઈનો તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજના મેનહોલ તથા લાઇન સફાઈની કામગીરી મંડળીઓ દ્વારા તેમજ જરૂરી હેવી ડયુટી મશીનરી (જેવી કે જેટીંગ મશીન, હાઈફલો, સુપર સકર વગેરે.) મદદથી ડીશીલ્ટીંગ તેમજ લાઇન સફાઈની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે તેમજ આગામી ૫ જુલાઈ સુધી ચાલુ રાખવાનું આયોજન છે.

એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટના સર્વે અનુસાર કુલ ૪૪૭ નોટીસ (ચેતવણી પત્ર) બજાવેલ છે. ગત વર્ષ કરતા વધુ કુલ ૧૬૦ જેટલા ભયજનક મકાનો માલુમ પડેલ છે. આ તમામ મકાનો ઉપર એક્રેલીક શીટ પર જાહેર ચેતવણી પત્ર લગાવવાનું આયોજન કરેલ છે. તથા અત્યંત ભયજનક મકાનોની બાલ્કનીમાં જાહેર ચેતવણીનું ફલેક્ષ બેનર લગાવવાનું આયોજન છે. રથયાત્રા રૂટ ઉપર એસ્ટેટ વિભાગ અને પોલીસ ટીમ દ્વારા દબાણનો અમલ કરવાનું આયોજન છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.૨૩.૦૯.૨૦૨૪થી રથયાત્રાના રૂટ પર રાત્રિ દરમ્યાન સફાઈ કામગીરી ચાલુ કરાવેલ છે. રથયાત્રા રૂટમાં પડેલ માટી પુરથી માટે દિવસ તેમજ રાત્રિ દરમ્યાન ફાળવેલ વાહનો મારફતે માટી ઉપાડી લેવા તથા જુના વાહનો હટાવ્યા બાદ વાહનની નીચે રહેલ કચરાનો નિકાલ કરી આદર્શ સફાઈ કરાવેલ છે. તેમજ તા.૦૧.૦૭.૨૦૨૪થી તા.૦૭.૦૭.૨૦૨૪ના સફાઈ માટે રોજના ૧૫૦ જેટલા સફાઈ કામદારો દ્વારા આદર્શ સફાઈ કરાવવાનું આયોજન કરેલ છે. તેમજ સફાઈમાં લોકભાગદારીના ભાગ રૂપે એન.જી.ડી. તેમજ સેવાભાવી સંસ્થાઓ પણ જોડાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

ગાર્ડન વિભાગ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટ ઉપર નડતર રૂપ ૧૯૫ જેટલા વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. તથા સમગ્ર રથયાત્રા દરમ્યાન મેડીકલ ઈમરજન્સી ઉભી થાય તો આરોગ્ય લક્ષી મેડીકલ સુવિધાઓ પુરી પાડવા હેલ્થ વિભાગ દ્વારા રથયાત્રાના દિવસે રૂટ ઉપર આવતા તમામ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રાખવા તથા રથયાત્રા રૂટ ઉપર અલગ-અલગ જગ્યાએ મોબાઈલ મેડીકલ વાન રથયાત્રા પુરી થાય ત્યાં સુધી ઉપલબ્ધ રાખવામાં આવશે.

તદ્ઉપરાંત એકતા સમિતીના હાજર રહેલ સભ્યો દ્વારા રથના આગમન પહેલા રથયાત્રા રૂટ ઉપરની દરેક પરબોમાં પાણી સમયસર પહોંચી જાય, બપોરના સમયે રથયાત્રા માર્ગ ઉપર પાણીનો છંટકાવ થાય, જે વિસ્તારમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોય ત્યાં પહેલેથી કુતરા પકડવાની વ્યવસ્થા ગોઠવવા, રથયાત્રા રૂટ ઉપર બાંધવામાં આવતી કમાની હાઈટો ૧૭ ફુટથી વધુ રાખવા તથા જ્યાં રથયાત્રા સાંકડા રસ્તા પરથી પસાર થતી હોય તેવા રસ્તા પરના વેધર શેડ કે અન્ય નડતર રૂપ દબાણો દુર કરવા બાબતે સુચન થયેલ હતા. જે સુચનો મુજબની પણ કામગીરી પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રથયાત્રા અગાઉ પૂર્ણ કરાવવામાં આવશે.

ઉપરોકત મિટીંગ દરમ્યાન હાજર સદસ્યો તરફથી મળેલ સુચનો બાદ માનનીય મેયરશ્રી દ્વારા આજની આ એકતા સમિતિની મિટીંગમાં હાજર રહેલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી મ્યુનિ.કોર્પોરેશન તરફથી કરવાની થતી તમામ કામગીરી આયોજન બધ્ધ રીતે કરવા અંગેની બાંહેધરી આપી ભગવાનશ્રી જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા સુખરૂપ, નિર્વિધ્ન રૂપે શાંતિથી પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી મિટીંગની પૂર્ણાહુતી કરવામાં આવેલ.


અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં એકતા સમિતિની મીટીંગ અમ. મ્યું. કોર્પો., દાણાપીઠ ખાતે મળી.