Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયા રોગ નિયંત્રણની કામગીરી માટે ચાલુ વર્ષે રૂા. ૧૯.૨૩ કરોડનો ખર્ચ કરવા છતાં રોગચાળો કાબુ બહાર..

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

દર વર્ષે ચોમાસા દરમ્યાન અમદાવાદ સીટી – બિમાર સીટી કેમ બને છે ?

વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ તા.૧૫-૦૬-૨૪ના રોજ મળનારી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના એજન્ડાના કામો બાબતે અખબારી યાદીમાં જણાવે છે કે…. હેલ્થ એ સોલીડવેસ્ટ કમિટીમાં આવેલ વિવિધ કામો કે જે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયા રોગ નિયંત્રણની કામગીરી માટે જેવા કે, મેલેથીયોન ટેકનીકલ ઇન્સેકટીસાઇડ, સર્વો ઓઈલ તથા જુદા જુદા ઈન્સેકટીસાઈડસની ખરીદી તેમજ તળાવોમાંથી વિવિધ કચરો દુર કરવા, મચ્છરના પોરાનાશકની કામગીરી તથા ફોગીગની કામગીરી કરાવવા કુલ રૂા.૧૯.૨૩ કરોડના ખર્ચે કામગીરી કરાવવાના વિવિધ કામો છે આ કામો માત્ર રુટીન પ્રોસેસ માટે લાવેલ હોય તેમ જણાય છે દર વર્ષે આવી વિવિધ ખરીદી તથા કામગીરી કરવામાં આવે છે અને તે તમામ ખર્ચ વ્યર્થ જવા પામે છે અને દર વર્ષે ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય વિવિધ રોગો મોટા પ્રમાણમાં વધવા પામે છે જે કડવી વાસ્તવિકતા છે મ્યુ.કોર્પો. દ્વારા પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે કરોડો રૂા.નું બજેટ વાપરવામાં આવે છે તો પછી રોગચાળો કેમ કાબુમાં આવતો નથી માત્ર પાઉડર, ઓઇલ નાખવાથી કે ધુમાડો કરવાનો દેખાડો કરવાથી રોગચાળો કાબુમાં ના આવે તે માટે પરિણામલક્ષી જમીની કાર્યવાહી કરવી જોઈએ જેમ કે, જ્યાં ગંદકી થતી હોય ત્યાં ગંદકી કાયમી દુર થાય, જ્યાં ખાડા ખાબોચીયા હોય કે પાણી ભરાઈ રહેતા હોય તે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ આવી વિવિધ જમીની કાર્યવાહી કરવાથી રોગચાળો ઉદ્દભવવા ના પામે કરોડો રૂા.નું બજેટ વાપરવા છતાં રોગચાળો કેમ થવા પામે છે દર વર્ષે મચ્છરજન્ય રોગો કેમ વધવા પામે છે ? આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ નક્કર કાર્યવાહી કરવી જોઇએ માત્ર પાઉડર નાખી દેવાથી કે ધુમાડો કરવાથી રોગચાળો કાબુમાં ના આવે પરંતુ સત્તાધારી ભાજપના સત્તાધીશોને જમીની નક્કર કાર્યવાહી કરવાની ઇચ્છાશક્તિ જ નથી જેને પરિણામે દર વર્ષે ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી નીકળે છે નગરજનો તો કટાક્ષમાં પણ કહેતા હોય છે કે, અમદાવાદ શહેરના મચ્છરો પાઉડર અને ફોગિંગ પ્રુફ બની ગયાં છે જેથી મચ્છરજન્ય રોગો થવા પામે છે જેથી પ્રજાના આરોગ્ય અને સુખાકારી માટે રોગચાળો ઉદ્ભવવા ના પામે તે માટે જમીની નક્કર કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયા રોગ નિયંત્રણની કામગીરી માટે ચાલુ વર્ષે રૂા. ૧૯.૨૩ કરોડનો ખર્ચ કરવા છતાં રોગચાળો કાબુ બહાર..