Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ જિલ્લા રજીસ્ટ્રારના આદેશની ઐસી કી તેસી કરતા તુલસી નગર સોસાયટી, વાડજના ચેરમેન-સેક્રેટરી…! જાગૃત નાગરિક…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૩-૦૬-૨૦૨૪

તુલસીનગર કો.ઓ.હા.સો.ના ચેરમેન-સેક્રેટરીને પ્લોટ નંબર ૨૭ ઉપર અનઅધિકૃત ગેરકાયદેસર દબાણ/બાંધકામ કરનાર ઈસમ/શખ્સ સામે સિવિલ/ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવા વર્ષ ૨૦૦૯માં અમદાવાદ શહેર જિલ્લા રજીસ્ટર દ્વારા આદેશ કરવામાં આવેલ.

તુલસી નગર સોસાયટીના પ્લોટ નંબર ૨૭ ઉપર ગેરકાયદેસર કબજો કરી.. આ પ્લોટ ઉપર અનઅધિકૃત બાંધકામ કરી.. બિન્દાસ વસવાટ માથાભારે શખ્સ/ઈસમ કરી રહ્યા છે, તેની જાણ હોવા છતાં સોસાયટીના ચેરમેન સેક્રેટરી મુકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે, આમ મુકપ્રેક્ષકની ભૂમિકા ભજવવા પાછળ જવાબદાર ચેરમેન/સેક્રેટરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કહેવાય છે કે આ ચેરમેન/ સેક્રેટરી સગાવાદ ચલાવી રહ્યા છે ! સાથે આ ઈસમની રાજકીય મોટી વગ અને માથાભારે હોવાથી તેની સામે સોસાયટીના ચેરમેન/સેક્રેટરી, જિલ્લા રજીસ્ટર, સ્થાનિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરતાં નજરે પડી રહ્યા છે.

ત્યારે હવે આ માથાભારે ઈસમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે જાગૃત અરજદારે કમરકસી છે, ત્યારે સ્થાનિક જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે ગાંધીનગર ખાતે ફરિયાદ કરી હોવાનું જાણવા મળેલ છે.

હવે એ જોવાનું રહ્યું કે ગાંધીનગરથી આ માથાભારે ઈસમ વિરુદ્ધ અને સ્થાનિક બેજવાબદાર જવાબદાર અધિકારી/કર્મચારીઓ વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું..


અમદાવાદ જિલ્લા રજીસ્ટ્રારના આદેશની ઐસી કી તેસી કરતા તુલસી નગર સોસાયટી, વાડજના ચેરમેન-સેક્રેટરી…! જાગૃત નાગરિક…