Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

તુલસીનગર કો.ઓ.હા. સો. લી. જુના વાડજ ખાતે રાજકીય પીઠબળના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્લોટ પચાવનાર કોણ છે આ માથાભારે ઈસમ ? તપાસ જરૂરી…

જન સમૃદ્ધિ ન્યૂઝ. તા. ૧૨-૦૬-૨૪. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

અમદાવાદ શહેરમાં રાજકીય પીઠબળની આડમાં માથાભારે ઈસમ દ્વારા કાયદાના કોઈપણ જાતના ભય વિના બીજાની માલિકીના પ્લોટ માં ગેરકાયદેસર પ્રવેશ કરી, તે પ્લોટ ઉપર ગે.કા. બાંધકામ કરી હાલમાં વસવાટ કરી રહ્યા છે.

માલિકીના પ્લોટના અરજદાર દ્વારા જિલ્લા રજીસ્ટરમાં, પોલીસ વિભાગમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં વારંવાર ફરિયાદો કરવા છતાં તેઓના તાબાના અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા કાયદાનો અમલ કરી રહ્યા નથી. કાયદાનો અમલ કરવા માટે તેઓના કયા કારણોસર હાથ ધ્રુજી રહ્યા છે તે તપાસનો વિષય હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કહેવાય છે કે આ માથાભારે ઈસમ રાજકીય પક્ષમાં મોટી વગ ધરાવતો હોવાથી અને તંત્રમાં ભ્રષ્ટાચારરૂપી પૈસાની લેતી દેતી કરતો હોવાથી વર્ષો થવા છતાં આ જાગૃત અરજદાર દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં આ ભ્રષ્ટ તંત્રમાં આજ દિન સુધી ન્યાય મળેલ ન હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ છે.

તો કોણ છે ? આ માથાભારે અને રાજકીય પીઠબળ ધરાવતો ઈસમ ? કે જેણે બીજાની માલિકીના પ્લોટ માં ગેરકાયદેસર પ્રવેશ કરી, ગેરકાયદેસર બાંધકામ કરી હાલમાં વસવાટ કરી રહ્યો છે તેના નામ સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..


તુલસીનગર કો.ઓ.હા. સો. લી. જુના વાડજ ખાતે રાજકીય પીઠબળના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્લોટ પચાવનાર કોણ છે આ માથાભારે ઈસમ ? તપાસ જરૂરી…