News Channel of Gujarat

પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને પકડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને પકડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
Views: 2616
0 0
Spread the love

Read Time:7 Minute, 2 Second
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…તા. ૭-૬-૨૦૨૪

પત્રકાર મનીષભાઈ શાહ ઉપર હુમલો કરી તેઓના જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ હોવાથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા પોલીસ કમિશનરશ્રીને ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા બાબતે આવેદનપત્ર આપેલ હતું.

આવેદનપત્ર આપેલ તે સમયે મનીષભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. મનીષભાઇ ની ફરીયાદને આધારે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ. એ.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૫૦૨૪૦૦૫૨/૨૦૨૪ ઇપીકો કલમ ૩૨૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ.

આ ગુન્હાની તપાસ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ. આ દરમ્યાન ગઇ તા:-૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઇનુ સારવાર દરમ્યાન મ્રુત્યુ નિપજેલ. આ ગુન્હાની આગળની તપાસ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરને સોંપવાનો હુકમ કરી તાત્કાલીક ગુનો શોધી કાઢવા સુચના કરેલ.

આ ગુનાની તપાસ શ્રી વી.બી.આલ, પોલીસ ઇન્સ્પેકટર, તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આ તપાસ દરમ્યાન ગુનાવાળી જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરી મરણજનારના રહેણાંક તથા તે વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ. જેમાં જાણવા મળેલ કે, મ્રુતકની મનીષભાઇને આજુબાજુમાં રહેતા લોકો તથા અન્ય લોકો સાથે અણબનાવ બનેલાના ઘણા બનાવો બનેલ હતા. આ ગુન્હો શોધવા ટેકનીકલ સર્વલન્સ આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછની કાર્યવાહી હાથ ધરેલ.

આ તપાસ દરમ્યાન મ્રુતકની સોસાયટીમાં રહેતા (૧) મહિપાલસિંહ S/O લાલસિંહ શિવસિંહ ચંપાવત ઉવ.૨૭ રહે:- મ.નં. સી/૧૩, હરીક્રુષ્ણ પાર્ક સોસાયટી, ઉર્મીજીવન સોસા. ની સામે, વટવા-વિંઝોલ ક્રોસીંગ રોડ, વટવા, અમદાવાદ શહેર મુળવતન:ગામ.ડોભાડા તા:-વડાલી જી,સાંબરકાંઠાની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકિકત બહાર આવેલ.

મહીપાલસિંહની પૂછપરછથી જાણવા મળેલ છે કે, આ મ્રુતક મનીષભાઇની પત્ની સાથે તેના ભાઈ યુવરાજને પ્રેમસંબંધ હતો. જેની મનીષભાઇને જાણ થતા સને-૨૦૨૧ માં મનીષભાઇની પત્નીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરીયાદ નોંધાવેલ. આ ગુન્હામાં યુવરાજસિંહની ઘરપકડ થયેલ. તે જામીન મુકત થતા જામીનની શરતો મુજબ કોર્ટે વટવા પોલીસ સ્ટેશનની હદમાં યુવરાજસિંહે પ્રવેશ કરવો નહી તે મુજબ હુકમ કરેલ. આ બનાવ બાદ મરણજનાર મનીષભાઇ તથા મહિપાલસિંહના પરીવાર સાથે વારંવાર ઝગડા તકરારો થવા લાગેલ. આ ઉપરાંત મહિપાલસિંહ વિરૂધ્ધ પણ મ્રુતક મનીષભાઈ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવેલી જેથી મહીપાલસિંહે મ્રુતક મનીષભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી ડરાવવા સારૂ અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી મનીષભાઈના હાથ પગ તોડાવવાનું નક્કી કરેલ.

મહીપાલસિંહે તેના પરીચીત શક્તિસિંહ ચૌહાણ રહે:- સાણંદ (મેલડી પાન પાર્લર થલતેજ)ને આ બાબતે વાત કરતા તેણે તેના પરીચીત આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઈ મગનભાઈ વાઘેલા ઉવ.૨૨ રહે:- ખોડીયારનગરના કાચા છાપરા, એ.ઈ.સી. ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ શહેર સાથે મહીપાલસિંહની મુલાકાત કરાવી. મનીષભાઇના હાથપગ તોડાવવા તથા ડરાવવા સારુ આકાશ ઉર્ફે અક્કુને રૂ. ૨,૦૦,૦૦૦/- માં સોપારી આપેલ.

મહીપાલસિંહે મ્રુતક મનીષભાઈનો ફોટો તથા તેની દુધેશ્વરની ઓફીસે આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ. જેના થોડા દિવસ બાદ આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઈ મગનભાઈ વાઘેલાએ તેના પરીચીત (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઈ ઓડ રહે:- વાડજ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઈ ઓડ રહે:-સુરતને બોલાવી હાથપગ ભાંગવા તથા ડરાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- માં સોપારી નક્કી કરી મહિપાલસિંહ સાથે મુલાકાત કરાવેલ.

મહિપાલસિંહે બન્ને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો તથા આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ તેમજ મનીષભાઇ ઘરેથી નીકળશે ત્યારે તે તેમને જાણ કરશે તેવુ જણાવેલ. જે આધારે (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઇ ઓડ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઇ ઓડ બન્નેએ મનીષભાઈનો તેના ઘર પાસેથી પીછો કરેલ. આ વખતે અનિકેતે એકસેસ ચલાવતો હતો તથા વિકાસ તેની પાછળ બેઠેલ હતો. મનીષભાઇનો પીછો કરતા રીવરફ્રન્ટ બનાવવાળી જગ્યાએ આવતા મનીષભાઇને તેઓનુ મો.સા. થોભાવવા ઇશારો કરી ઉભા રખાવેલ. જ્યાં વિકાસે તેની પાસેના છરાથી મ્રુતક મનીષભાઈને બન્ને પગના ભાગે છરા મારી દીધેલ.

આ સોંપેલ કામ પૂર્ણ થતા તે જ દિવસે મહિપાલસિંહે તથા શક્તિસિંહે આકાશને હિમાલયા મોલ વસ્ત્રાપુર ખાતે બોલાવી નાણા આપેલ જે નાણામાંથી આકાશના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, અનિકેતના ભાગે રૂ. ૭૦,૦૦૦/-, વિકાસના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, શકિતસિંહે રૂ. ૩૦,૦૦૦/- પોતાના ભાગે રાખેલ.

આ ગુન્હાના કામે ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી) નો ઉમેરો કરી પોલીસ દ્વારા ખુબજ પ્રશંસનીય કામગીરી હાથ ધરેલ હોવાથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનનો હદયથી આભાર વ્યક્ત કરે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને પકડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

Spread the love

You may have missed