



જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિય સાહેબની સૂચના અનુસાર હારીજ ખાતે ન્યૂઝ ચેનલના પત્રકારને પોલીસ કર્મી દ્વારા ઢોરમાર મારવાની ઘટનામાં કાર્યવાહી હાથ ધરવા માટે સમગ્ર ગુજરાતના જિલ્લા પ્રમુખોની આગેવાનીમાં જિલ્લા વડા અને કલેકટરશ્રીને આવેદન પત્ર આપવાની સૂચના અનુસાર આજ રોજ તા. ૦૩-૦૬-૨૪ના રોજ અમદાવાદની ટીમના પ્રમુખ હસમુખભાઇ પટેલ, ઉપ પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પટેલ, મહામંત્રી ચિરાગભાઈ શાહ, બિલાલભાઈ લુહાર, મંત્રી કિરીટભાઈ રાઠોડ, રાજેશભાઈ સિદ્ધપુરા અને કારોબારી સભ્ય ગૌતમભાઈ બારોટ, રાજેન્દ્રભાઈ શર્મા હાજર રહી કલેકટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.

વધુમાં અમદાવાદમાં પબ્લિક ન્યૂઝ પેપર ના તંત્રી મનીષભાઈ શાહ ઉપર રિવરફ્રન્ટ ખાતે ચાકુ – છરા થી જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી તેમાં જે અસામાજિક તત્વો દ્વારા કાયદાનો ભંગ કરેલ હોવાથી તંત્રી ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવેલ તેવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી હાથ ધરવા માટે કલેકટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે.

આમ પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ સભ્ય પદ મેળવેલ પત્રકારોની સાથે ઉભુ રહે છે, પરંતુ સભ્યપદ ન હોવા છતાં સતત પ્રયત્નશીલ રહી ઉમદા કામગીરી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ કરી રહી છે.
Average Rating
More Stories
અમદાવાદ મહાનગર પાલિકાના માધુપુરા ખાતે ગાયત્રી ચવાણા માર્ટ અને ભગવતી ખાખરાના ફૂટપાથો ઉપરના ગેરકાયદેસર દબાણો થી પ્રજા ત્રસ્ત..! આ ગે.કા. દબાણો એન્ફોર્સમેન ટીમ દ્વારા કાયમી દૂર કરાય તેવી લોકમાંગ…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમે ભરૂચ જિલ્લા અધિવેશનમાં ભાગ લીધો…