Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “સોરી સાજણા” ની ધમાકેદાર એન્ટ્રીથી પ્રજા ખુશખુશાલ..

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ…

ગુજરાતી ફિલ્મ સોરી સાજણાના ડાયરેક્ટર જીતુ પંડ્યા, પ્રોડ્યુસર ધર્મેશ શાહ અને સિંગર વિક્રમ ઠાકોર દ્વારા નિર્મિત ફિલ્મ આજ રોજ તા. ૨૨-૦૩-૨૦૨૪ ના રોજ જુદા જુદા સિનેમાઘરો માં પ્રસારિત થઈ છે.

કહેવાય છે કે સોરી સાજણા ગુજરાતી ફિલ્મ બનાવવામાં ખુબ મહેનત થઈ છે સાથે સાથે ખુબજ સુંદર પણ બનાવવામાં આવી હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળેલ હતી. જેથી જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા આજ રોજ અશોક સિનેમા ઘરની મુલાકાત લીધી હતી.

સિનેમા ઘર માંથી ફિલ્મ નિહાળી બહાર નીકળેલા પિકચરના રસિયાઓની મુલાકાત લઈ, તેઓના વિચારો બાબતે પૂછતા તેઓએ જણાવેલ હકીકત વિડિયો સ્વરૂપે રજૂ કરી છે જે આપ નિહાળી રહ્યા છો.

પિક્ચર રસિયાઓના અભિપ્રાય મુજબ સોરી સાજણા પિક્ચરમાં સારી એક્ટિંગ, મધુર ગીતો અને ફાઈટિંગથી ભરપુર હોવાનું અને ફરીથી આજ પિક્ચર જોવા જઈએ છીએ તેવું કહેતા હોવાનું પણ જાણવા મળેલ હતું.


અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “સોરી સાજણા” ની ધમાકેદાર એન્ટ્રીથી પ્રજા ખુશખુશાલ..