Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

દ્વારકામાં આવેલ દ્વારકાધિશ મંદિરમાં પાર્કિગની એટ્રીની બાજુમાં જ આવેલ જાહેર સૌચલાય ગંદકીમાં ગરકાવ..!

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

અમદાવાદની પત્રકારોની ટીમ દ્વારકામાં રાખેલ અધિવેશન પૂર્ણ થયા પછી દ્વારકાધીશ ના દર્શનાર્થે દ્વારકા પહોંચેલ. દ્વારકા પહોંચતા જ દરવાજે પાલિકાના કર્મચારીઓ દ્વારા પાર્કિંગ ચાર્જ લઈ, પહોંચ આપતા હતા, પાર્કિંગ ના દરવાજામાં જેવી એન્ટ્રી કરી ત્યા ડાબી બાજુ પુરુષ અને મહિલાઓ માટે સૌચાલયો આવેલ છે. પત્રકારોની ટીમ દ્વારા સૌચાલયની વિઝિટ લેતા જ જેવા સૌચાલની નજીક ગયા તો માથું ફાટી જાય તેટલી દુર્ગંધ મારતી હતી અને આપ જે દૃશ્ય નિહાળી રહ્યા છો તેની ઉપર થી જણાઈ આવે છે કે આ સૌચલાયોની સફાઈ દરરોજ થતી જ નહિ હોય, આજુ બાજુ હાજર દર્શનાર્થીઓ પણ આ સૌચલાયમાં જઈ શકતા ન હોવાને કારણે દીવાલની આડાસ લઈ ના છૂટકે સૌચક્રિયા કરવા મજબૂર હોય તેવું જણાઈ આવતું હતું.

ત્યારે સવાલ એ થાય છે કે દ્વારકાધીશના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય અને નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ પોતાની યોગ્ય ફરજ ના નિભાવે તે વ્યાજબી ન હોવાનું પત્રકારોની ટીમને જણાઈ આવતા આ લોક હિતાર્થે અહેવાલ પ્રસિદ્ધ કરવાની ફરજ પડેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી સ્થાનીક રાજકીય આગેવાનો અને પાલિકાના ઉચ અધિકારીઓ તાકીદે આ સૌચલાયની મુલાકાત લે અને આ સફાઈ ન કરનાર કોન્ટ્રાકટ અને કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી, કાયમી ધોરણે આ સૌચાલ્યોની સફાઈ થાય તેવી આવનાર ભક્તોની માંગ ઉઠવા પામી છે.


દ્વારકામાં આવેલ દ્વારકાધિશ મંદિરમાં પાર્કિગની એટ્રીની બાજુમાં જ આવેલ જાહેર સૌચલાય ગંદકીમાં ગરકાવ..!