Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ રાજકોટ દ્વારા રાજકોટ એકમની ઓફિસનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા…

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

પત્રકાર એકતા પરિષદ ગુજરાત સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અને ૨૫૨ તાલુકાઓમાં કારોબારીની બહોળી રચના ધરાવતું વિશ્વનું એકમાત્ર સંગઠન છે.

આખા ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદની નવી ઓફિસ નું ઉદઘાટન સૌપ્રથમ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું, ત્યાર પછી બનાસકાંઠા ખાતે કરેલ અને હવે આજરોજ તારીખ ૧૬-૩-૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ૨૧૦, શિરોમણી કોમ્પલેક્ષ, ત્રિકોણબાગ, રાજકોટ ખાતે નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.

આ ઉદઘાટન સમારોહમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, કાર્યકારી પ્રમુખ ગીરીવાનસિંહ સરવૈયા, રાજકોટ જિલ્લા પ્રમુખ રમેશભાઇ ધકાણ, પ્રદેશ મંત્રી ધર્મેશભાઈ, આર.બી.રાઠોડ, જિલ્લાના પ્રમુખો, રાજકોટ તાલુકા પ્રમુખ, રાજકોટ કારોબારી સભ્યો અને તમામ જિલ્લાના આગેવાન પત્રકાર ભાઈઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ નવીન ઓફિસના ઉદઘાટન પ્રસંગે સુંદર મજાનું પ્રવચન આપી, સૌ આવેલ હોદેદારો અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આવેલ સૌ મહેમાનોને ચા, પાણી, આઈસ્ક્રીમ અને ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા.


પત્રકાર એકતા પરિષદ રાજકોટ દ્વારા રાજકોટ એકમની ઓફિસનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા…