Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન ૪૭૯ દારૂની બોટલ ઝડપાઈ…

જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ. વિષ્ણુ પ્રજાપતિ

સરદાર નગર વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર દારૂ, સટો, અને જુગાર જેવી અસામાજિક બદીઓ કાર્યરત હોવાથી તારીખ ૧૩-૪-૨૪ ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ જે.ડી. બારોટ દ્વારા મહાજનીયાવાસમાં જનતા એપાર્ટમેન્ટ અને સરસ્વતી સોસાયટી વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાંથી ૪૭૯ દારૂની બોટલ સાથે રાકેશ રાઠોડ કે જે દારૂની હેરાફેરી કરતો હતો તેને ઝડપી લીધેલ છે અને દારૂનું કટીંગ કરનાર શશી પરમાર નાસી છૂટેલ છે આમ કુલ ૫૨૯૦૦ ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી ખૂબ જ સારી કામગીરી હાથ ધરેલ છે.

ત્યારે સવાલ એ થાય છે કે સરદાર નગર વિસ્તારમાં એસએમસીની રેડ થવા છતાં મોટાભાગના વિસ્તારોમાં આવી અસામાજિક બદીઓ ચાલુ હોવાનું પણ જાણવા મળેલ છે, ત્યારે ફરીથી એસએમસી દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરાય તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન ૪૭૯ દારૂની બોટલ ઝડપાઈ…