Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

જમાલપુર વોર્ડમાં કાજીના ધાબા પાસે ચાલતા ગે.કા. બાધકામમાં વોર્ડ ઇન્સ્પેક્ટર ના છુપા આશીર્વાદ…!

જન સમૃદ્ધિ ન્યૂઝ..
તા. ૧૩-૦૩-૨૦૨૪
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

અમદાવાદ મહાનગર પાલિકા માં મ્યું.કમિશ્નર દ્વારા અનેક વખત આદેશો કરેલા છે કે વોર્ડ ઇન્સ્પેક્ટરે પોતાના વિસ્તારમાં વિઝીટ કરી ગે.કા. બાધકામો ના થાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપેલ છે તેમ છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં જમાલપુર વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પરની બેદરકારીને કારણે ગે.કા. બાધકામો પરિપૂર્ણ થવા છતાં તેને ફક્ત નોટિસો અને પોલીસ બંદોબસ્તના પત્રો લખી, કાયદાનો અમલ કરતા ન હોવાનું ધ્યાને આવેલ છે.

જમાલપુરમાં આવેલ કડવા શેરી, કાજીના ધાબા પાસે, ગે.કા. બાધકામ શરૂ થઈ પરિપૂર્ણ થવાના આરે હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.

કહેવાય છે કે આ બાંધકામ મ્યું.કમિશ્નર ની કોઈ પણ જાતની મંજૂરી વગર ગે.કા. થઈ રહ્યું છે ! તેમ છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર તેને અટકાવી, સિલ મારી, દૂર કરતા ન હોવાની ચોંકાવનારી માહિતી મળેલ છે. જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી તાકીદે આ ગે.કા. બાધકામ ને દુર કરવાના આદેશ આસી. મ્યુ. કમિશનર દ્વારા આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.


જમાલપુર વોર્ડમાં કાજીના ધાબા પાસે ચાલતા ગે.કા. બાધકામમાં વોર્ડ ઇન્સ્પેક્ટર ના છુપા આશીર્વાદ…!