Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

બાલા હનુમાન, ખાડિયા વોર્ડ ખાતે ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થવા છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કુંભકર્ણની નિંદ્રામાં..! જાગૃત નાગરિકો

જન સમૃદ્ધિ ન્યુઝ..
તા. ૧૨-૦૩-૨૦૨૪
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વારંવાર કડક સૂચનાઓ આપેલ છે કે ગેરકાયદેસર બાંધકામો શરૂ થતા જ તેને ડામી દેવા એટલે કે ગેરકાયદેસર બાંધકામો ઉભા ના થાય તે માટે દરરોજ સવારે પોતાના વોર્ડમાં રાઉન્ડ લેવાની કડક સૂચનાઓ આપેલ છે, તેમ છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરોની ભ્રષ્ટાચારિક નીતિના કારણે કોટ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થતાં નજરે પડી રહ્યા છે તેમાં

(૧) આશાપુરી માતાના મંદિર સામે, સાંઈબાબા મંદિરથી જેઠાભાઇની પોળ તરફ જવાના રસ્તે, બાલા હનુમાન, ખાડીયા ખાતે જે બાંધકામ ફોટોગ્રાફીમાં પરિપૂર્ણ થવાના આરે છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર ?

(૨) કવિ સ્વરની પોળની સામે, સાઈબાબા મંદિર પાસે, બાલા હનુમાન ખાડીયા ખાતે જે બાંધકામ હાલમાં કાર્યરત છે અને પરિપૂર્ણ થવાના આરે હોવાનું આ ફોટોગ્રાફી માં જણાઈ આવે છે. તેમજ આ બાંધકામની બહાર ક્યાંય રજા ચિઠ્ઠી લગાવેલ નથી. કહેવાય છે કે ખાડિયા વિસ્તારમાં કાર્યરત આ બાંધકામો નિયમ વિરુદ્ધના થઈ રહ્યા છે. તેમ છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો અમલ કરતાં ન હોવાની ચોક આવનારી માહિતી જન સમૃધ્ધી ન્યૂઝ ને મળવા પામી છે.

ખાડિયા વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો શરૂ થઈ, પરિપૂર્ણ થવા છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ફક્ત શોભાના ગાંઠીયા સમાન એસી કેબીનમાં બેસી આ તમાશો જોઈ રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મધ્ય ઝોનના ડીવાયએમસીમાં થોડીક પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા હોય તો તાકીદે આ કાર્યરત બાંધકામોની તપાસ હાથ ધરાવી ! જો આ બાંધકામો ગેરકાયદેસર હોય, તો તાકીદે તેને સીલ કરી, ડિમોલેશન કરવાના આદેશ આપે અને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના બેજવાબદાર તમામ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


બાલા હનુમાન, ખાડિયા વોર્ડ ખાતે ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થવા છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કુંભકર્ણની નિંદ્રામાં..! જાગૃત નાગરિકો