Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ રખીયાલ વિસ્તારમાં આવેલ ચકુડીયા મહાદેવ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ..

જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૦૭-૦૩-૨૪. વિષ્ણુ પ્રજાપતિ

ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણું મંદિર કે જે જય ચકુડીયા મહાદેવ ખાતે ઓળખાય છે. આ મહાદેવમાં શિવરાત્રી પર્વ નિમિત્તે સવારના 4:00 વાગ્યે મહા આરતી અને ભોળાનાથને સવામણ દૂધના અભિષેકની સાથે સાથે સવામણ બિલિપત્ર પણ ચડાવવામાં આવે છે. આ દિવસે અખંડ ધૂન અને બરફના મહાદેવના દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. શિવરાત્રીની રાત્રે મહાપૂજાનો પ્રારંભ થશે અને સવારે ચાર વાગ્યે પૂર્ણ થશે. બીજા દિવસે ભગવાનને પારણા કરવામાં આવે છે. આ ધાર્મિક દિવસ નિમિત્તે મહાદેવના પટાંગણમાં ભાવિક ભક્તોને દર્શનાર્થે શ્રી મહાકાળી માતા, બળીયાદેવ, સાઈનાથ બાબા, હનુમાન દાદા, પડેશ્વર દાદાના દર્શનનો લાવો મળે છે, અને રાધાકૃષ્ણ ભગવાન અને રામ દરબાર તેમજ કેવટ પ્રસંગ બાર જ્યોતિર્લિંગ અને ઋષિકેશ દાદાના પણ દર્શનનો લાભ મળે છે.
હરિભક્તોને શનિદેવના દર્શન થાય તે હેતુથી રખિયાલ વિસ્તારમાં જય ચકોડીયા મહાદેવ મંદિરમાં શનિદેવ બિરાજમાન કરેલ છે. શિવરાત્રીના પર્વ નિમિત્તે દાદાના સાનિધ્યમાં દર્શન માટે હજારો દર્શનારથીઓ ગામ પરગામથી આવે છે અને મંદિરના કમ્પાઉન્ડમાં મેળો ભરાય છે. જય ચકુડિયા મહાદેવ દાલ રોટી સદાવ્રત ટ્રસ્ટ તરફથી કોઈપણ જાતના ભેદભાવ વગર સાધુ સંતો, ગરીબો તેમજ અભ્યાસગતો ને દરરોજ સવાર સાંજ ભોજન પીરસવામાં આવે છે. મહારાજ અને તેમનો પરિવાર ભાવિક ભક્તોને સપ્રેમ જમાડે છે. આ સંસ્થા ગૌશાળા પણ ચલાવે છે. મંદિરમાં કોઈ સ્થાયી કે ફિક્સ ઇન્કમ નથી. આ તમામ સેવાકિય પ્રવૃત્તિ આકાશવૃતિ પર ચાલે છે. ગૌશાળામાં આશરે 150 થી વધુ ગાયોની સેવા ચાકરીનો ખર્ચ મંદિર તરફથી કરવામાં આવે છે.
આમ આ રીતે જય ચકુડિયા મહાદેવ દાલ રોટી સદા વ્રત ટ્રસ્ટના મેનેજિંગ તંત્રી જે. જે. રાવલ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા સ્મરણ ભજન અને ભોજન આ સદાવ્રતનો મુદ્રા લેખ થકી તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.


અમદાવાદ રખીયાલ વિસ્તારમાં આવેલ ચકુડીયા મહાદેવ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ..