Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

કર્ણાવતી ક્લબ માં “WE ARE ONE GROUP દ્વારા હાસ્ય કવિ સંમેલન યોજાયું.

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૫-૦૨-૨૦૨૪

શનિવારની રાત્રે કર્ણાવતી ક્લબ માં “WE ARE 1 GROUP ઠાહકા 2024” હાસ્ય કવિ સંમેલન કરવામાં આવ્યું. રાજકુમાર ભકકર , ઓ.પી. અગ્નિહોત્રીજી, અરવિંદજી બારોટ, પાલક ભાઈ અને બીજા સહિયોગીઓના કારણે આ સુંદર પ્રોગ્રામનું આયોજન થયું. કવિ સુરેશ અલબેલા, કવિ સુદીપ ભોલા, કવિ સંજય ઝાલા, મુન્ના બેટરી વગેરે કવિઓએ લોકોને હસાવી હસાવી ને લોત-પોત કરી નાખ્યા. આ ટેન્શન ભર્યા જીવનમાં હાસ્ય ના કારણે લોકો tension ભૂલે અને હાસ્ય માં રંગાઈ જાય એ માટે “WE ARE ONE GROUP” એ આ કાર્યક્રમ નું આયોજન કર્યું. જય શ્રીરામના નારાઓ સાથે, ભારત માતા કી જય ની સાથે લોકોએ આ કાર્યક્રમની શરૂઆતથી મજા માણી. Full ગુલાબી ઠંડી માં ઘણા આમંત્રિતો આવ્યા હતા. અસારવાના ધરા સભ્ય દર્શનાબેન વાઘેલા અને બીજા ઘણા બધા પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. બધા કવિઓએ રાજકુમારજી , અગ્નિહોત્રીજી અને પાલક ભાઈની આ કાર્યક્રમ બાબતે ખૂબ જ પ્રશંસા કરી. હિન્દી આપણી માતૃભાષા છે માટે હિન્દી નું પ્રચાર થાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.


કર્ણાવતી ક્લબ માં “WE ARE ONE GROUP દ્વારા હાસ્ય કવિ સંમેલન યોજાયું.