Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ઘોડાસર – સ્મૃતિ મંદિર પાસે ટી.પી. ૧ (૪૬), સર્વે નં. ૨૧૨ પાસે રોડનો અમલ થાય તે જરૂરી..! સ્થાનિક પ્રજા..

જન સમૃદ્ધિ બ્રેકિંગ..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૧૬-૦૨-૨૦૨૪

અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોન વટવા વોર્ડમાં સ્મૃતિ મંદિર પાસે ઘોડાસર ટી.પી.-૧(૪૬), અંતર્ગત સર્વે નબર -૨૧૨ પાસે, વનદેવી બંગલો અને ક્રિષ્ના પાર્ક રો હાઉસ duplexની બાજુમાંથી પસાર થતા 18.00 મીટરના ટી.પી. રોડનો અમલ વર્ષોથી થતો ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝ ને માહિતી મળવા પામેલ છે.

કહેવાય છે કે છેલ્લા15 વર્ષ ઉપરથી ટી.પી ફાઇનલ થયેલ છે તેમ છતાં કાયદાનો અમલ જવાબદાર અધિકારીઓ કરતા ન હોવાને કારણે હાલમાં આ રોડ ઉપર અસંખ્ય દબાણો ઊભા થઈ ગયા છે.

વધુમાં જણાવા મળેલ છે કે સદર જગ્યાએ હાલ અસામાજિક તત્વો દ્વારા ફાઇનલ થયેલ ટીપી રોડ ઉપર દીવાલોનું ચણતર કરીને કબ્જો કરવાની તૈયારી કરી રહ્યા છે આ અંગે તંત્રમાં અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં ઝોનના જવાબદાર અધિકારીઓ કાયદાનો અમલ કરતા ન હોવાનું જાણવા મળેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી તાકીદે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાય તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


ઘોડાસર – સ્મૃતિ મંદિર પાસે ટી.પી. ૧ (૪૬), સર્વે નં. ૨૧૨ પાસે રોડનો અમલ થાય તે જરૂરી..! સ્થાનિક પ્રજા..