Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ગાંધી રોડ ખાતેના હીરા પ્રભુ કોમ્પ્લેક્સના ધાબા ઉપર ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! છતાં ખાડીયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં !

જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

ખાડિયા-૧ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો અને રેસીડેન્સીની રીપેરીંગની મંજૂરી મેળવી, ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરતા અનેક એકમો ધમધમી રહ્યા છે, ત્યારે હમણાં જ ગાંધી રોડ ઉપર આવેલ હીરા પ્રભુ કોમ્પલેક્ષના ધાબા ઉપર, રંગદીપ બેંગલ્સની ઉપર, બાલા હનુમાન મંદિરની બાજુમાં, ટી ગડર ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનો બનાવી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને ફોટોગ્રાફી સાથે માહિતી મળેલ છે.

જેથી આ અહેવાલને ધ્યાને લઈ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના જવાબદાર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યરત આ બાંધકામની તપાસ હાથ ધરાવી. જો આ બાંધકામ ગેરકાયદેસર રીતે કાર્યરત હોય તો તાકીદે તેને અટકાવી, સીલ કરવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


ગાંધી રોડ ખાતેના હીરા પ્રભુ કોમ્પ્લેક્સના ધાબા ઉપર ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! છતાં ખાડીયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિંદ્રામાં !