વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૩-૦૧-૨૦૨૪
આજરોજ તારીખ ૦૩-૦૧-૨૦૨૩ ના રોજ કોલેટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ) અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી) એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો. જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતિક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે.
કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે. જેમણે તેને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રતીક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું. એમઓયુનું વિનિમય શ્રી જક્ષય શાહ ચેરપર્શન ક્યુસી આઈ અને શ્રી મનોજકુમાર ચેરપર્સન કેવીઆઇસીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું.
QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકડો કરવાના હેતુથી એકંદરે ગુણવત્તા યુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહીં. પણ ક્વોલિટી અને સસ્ટેનેબીલીટી નું વૈશ્વિક પ્રતિક પણ બને.
ક્યુસીઆઇ એ વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને કેવીઆઈસી ને તેનો ટેકો આપશે. જેમાં થર્ડ પાર્ટી એસેસમેન્ટ ફ્રેમવર્ક કારીગરોને તેમની ઉત્પાદકતામાં સુધારો કરવા અને સંભવિત કમાણી કરવા અને ખાદી ઉત્પાદનોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે ક્ષમતા નિર્માણ સહિત વિવિધ હસ્તક્ષેપો દ્વારા સશક્તિકરણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ સહયોગ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ પણ રજૂ કરશે. જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતિક તરીકે ખાદી ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. વધુમાં તે ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્યો અને જ્ઞાનથી સજ કરીને આવકમાં વધારો, વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે.
આ મહત્વપૂર્ણ અવસરે ક્યુસી આઈના ચેરપર્સન શ્રી જક્ષય શાહે જણાવ્યું હતું કે ખાદી અને કેવીઆઈસી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને તેમાં સામેલ કારીગરોને સશક્ત કરવા કેવીઆઈસી સાથે ભાગીદારી કરવી એ ખૂબ જ ગર્વની ક્ષણ છે. કારણ કે ખાદી એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને વારસાનું પ્રતીક છે. ગાંધીજીના શબ્દોમાં ખાદી એ કાપડનો ટુકડો નથી.. પરંતુ આત્મનિર્ભર ભારતની વિચારધારા છે.. ખાદી ભારતની સાંસ્કૃતિક ઓળખ, કારીગરી અને ટકાઉપણું પણ રજૂ કરે છે. જોકે આવી પરંપરા અને આધુનિકતાના ક્રોસરોડ્સ પર ઉભી છે. જ્યારે આજે અમે વિકસિત ભારતના લક્ષને હાંસલ કરવા માટે કામ કરી રહ્યા છીએ. ત્યારે આ સહયોગ ચોક્કસપણે ખાદીના સારને જાળવી રાખવા માટે ફાળો આપશે અને વિશાળ વૈશ્વિક ઓળખ માટેનો માર્ગ બનાવશે.
ઇવેન્ટ દરમિયાન શ્રી મનોજકુમાર ચેરપર્સન કેવીઆઇસી એ જણાવ્યું હતું કે ખાદી એ ભારતનું સ્વનિર્ભરતા તેમજ સસ્ટેનેબિલિટી નું હાથથી વણેલું પ્રતીક છે વર્ષ 2013- 14 થી 2023 સુધીમાં 268 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગોનાં ઉત્પાદનમાં ખૂબ જ અનોખી વૃદ્ધિ જોવા મળી છે જ્યારે આ જ સમયગાળામાં વેચાણમાં 332% ની આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળી હતી. આ મજબૂત વૃદ્ધિ માત્ર વર્ષ 2023 માં 9.54 લાખ નોકરીઓમાં પરિવર્તિત થઈ.
હવે ક્યુસીઆઇ સાથેના આ સહયોગથી અમને વિશ્વાસ છે કે ખાદી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા કારીગરો ખાદી તરફ વધુ ઓળખ અને ગ્રાહકોનો વધુ ઝુકાવ જોશે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!