Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા – ૨ વોર્ડમાં ઘાંચીની પોળ, કાગડા શેરી, મકાન નંબર ૧૪૭ માં બિલ્ડર અને એન્જિનિયર શરતોનો ભંગ કરતા હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કુંભકર્ણની નિંદ્રામાં ? સ્થાનિક જાગૃત નાગરિકો…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૩-૦૧-૨૦૨૪

ખાડિયા – ૨ વોર્ડમાં ઘાંચીની પોળોમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને મરામતની મંજૂરી મેળવી.. શરત ભંગ કરી.. પરિપૂર્ણ થયેલ અનેક ગેરકાયદેસર બાંધકામો હાલમાં પણ અડીખમ ઊભા છે. જેનું મુખ્ય કારણ સેટિંગ હોવાનું જાણવા મળેલ છે.

કહેવાય છે કે તમારે ગેરકાયદેસર બાંધકામ કરવું હોય ? કે પછી મરામતની મંજૂરી મેળવી.. શરત ભંગ કરી આ બાંધકામનું ડિમોલેશન ના કરવું હોય ? તો તેના માટે ભ્રષ્ટાચાર રૂપી સેટીંગ એવી રીતે કરવું પડે કે કોઈને ખબર ના પડે ! આમ આ રીતે રીતે શું વ્યવસ્થિત અને આયોજન બદ્ધ થતું આવ્યું છે ! અને માટે જ વર્ષોથી આ ઘાંચીની પોળના ગેરકાયદેસર બાંધકામો દૂર થતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સેટિંગની ખબર ના પડે અને ઉચ્ચ અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવવા માટે સરળતા રહે ! તે માટે નાટકીય રીતે તમામ ખાતાકીય નોટિસો અને પોલીસ બંદોબસ્ત મેળવવા માટેની ફાઈલ તૈયાર કરી ! થોડો સમય પસાર થયા બાદ આ ફાઇલને અભરાઈએ ચડાવી દેવામાં આવે છે ! અને ત્યારબાદ આવા સેટિંગ વાળા બિલ્ડીંગોનો વર્ષો થવા છતાં વાળ પણ વાંકો થતો ન હોવાનું પણ જાણવા મળેલ છે.

આવું જ કંઈક હાલમાં ઘાંચીની પોળોમાં મકાન નંબર ૧૪૭માં રીપેરીંગની મંજૂરી મેળવી છે. આ મકાનના પાયા માંથી જ રજા ચિઠ્ઠીની શરતોનો ભંગ થઈ રહ્યો છે ! જેમ કે રજા ચિઠ્ઠી મેળવ્યા પછી બાંધકામના સ્થળ ઉપર રજા ચિઠ્ઠી અને પ્લાન અંગેની વિગતો દર્શાવતું માહિતી સૂચકનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. પરંતુ આ કાર્યરત બાંધકામની જગ્યાએ ફોટોગ્રાફીમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે ક્યાંય માહિતી સૂચક બોર્ડ લગાવેલ નથી ! આ બાબતની લેખિત અને મૌખિક રજૂઆતો અનેક વખત કરવા છતાં ડેપ્યુટી સ્ટેટ ઓફિસર કયા કારણોથી નિંદ્રામાં પોઢી રહ્યા છે ? અને આ નિંદ્રામાં પોઢેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહી હાથ ધરવાના આદેશ કયા કારણોથી આપતા નથી ? તેની તપાસ મધ્ય ઝોન ડીવાયએમસી દ્વારા હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


ખાડિયા – ૨ વોર્ડમાં ઘાંચીની પોળ, કાગડા શેરી, મકાન નંબર ૧૪૭ માં બિલ્ડર અને એન્જિનિયર શરતોનો ભંગ કરતા હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કુંભકર્ણની નિંદ્રામાં ? સ્થાનિક જાગૃત નાગરિકો…