જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ. તા. ૨૮-૧૨-૨૩
મધ્ય ઝોનના ખાડિયા -૧ અને ૨ વોર્ડમાં મરામતની મંજૂરીના ઓથા હેઠળ નિયમો અને શરતોનો ભંગ કરી.. મરામત વાળી ઇમારતને મરામત કરવાની જગ્યાએ મિલકતને જમીન દોસ્ત કરી… કાયદાનો ભંગ જવાબદાર અધિકારી ઓની નજર સામે જ થઈ રહ્યો હોવા છતાં વોર્ડ ઈન્સ્પેકટરો, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કોઈ કાર્યવાહી હાથ ના ધરે તો સમજવું શું ?
ખાડીયા એક અને બે વોર્ડમાં હાલમાં મરામતની મંજૂરી મેળવી નિયમો અને શરતોનો ભંગ કરી અનેક ઈમારતો કાર્યરત હોવાની જનસમૃદ્ધિ ન્યુઝને ચોકાવનારી માહિતી મળેલ છે જેમાં (૧) જામા મસ્જિદ પાસે, વાસણ બજાર, માણેકચોક (૨) વસંત સિલેક્શન, રતનપોળ (૩) મકાન નંબર ૮૨, ૧૨૪, ૧૩૪, અને ૧૪૭, ઘાંચીની પોળ (૪) કંસારા પોળ, ફ્રુટ માર્કેટ પાસે, માણેકચોક (૫) મિર્ઘાવાડ, બેરિંગ બજાર, પાંચકુવા ખાતેના મોટાભાગના બાંધકામોમાં મરામતની મંજૂરી મેળવી અમુક બાંધકામોને જમીન દોસ્ત કરેલ છે તો અમુક બાંધકામોમાં કોમર્શિયલ વપરાશ ચાલુ કરી નિયમો, શરતો અને કાયદાનો ભંગ કરી રહેલ હોવાથી આ તમામ બાધકામો સામે કાર્યવાહી હાથ ધરવા બાબતે વોર્ડ ઇન્સ્પેક્ટરને વારંવાર મૌખિક રજૂઆતો અને લેખિત ફરિયાદો કરવા છતાં કાર્યવાહી હાથ ધરતા ન હોવાથી જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને વોર્ડ ઇસ્પેક્ટરો યોગ્ય કાર્યવાહી હાથ ધરતા ન હોવા બાબતે અનેક ટેલીફોનિક રજૂઆતો કરવા બાબતે ટેલીફોન કરતાં… ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ટેલીફોન ઉપાડતા ન હોવાનું ધ્યાને આવેલ છે.
આમ આ રીતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી રાજકીય નેતાઓ, રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની મજબૂત ભ્રષ્ટાચારિક નીતિના કારણે વોર્ડ ઈન્સ્પેકટરો મ્યુનિસિપલ કમિશનર અને હાઇકોર્ટના આદેશોને પણ ઘોળીને પી જતા હોવા છતાં ખાડિયા વોર્ડના આસી. મ્યુનિસિપલ કમિશનર ફક્ત શોભાના ગાંઠીયા સમાન એ.સી. કેબીનમાં બેસી રહે તો સમજવું શું ?
ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં નિયમો અને શરતોનો ભંગ કરી કાર્યરત બાધકમોની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…..
Average Rating
More Stories
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ