



જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ઘાંચીની પોળમાં રેસીડેન્સીની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરતા અનેક એકમો કાર્યરત હોવા બાબતે અહેવાલો પ્રસિદ્ધ કરી બહેરા તંત્રનું ધ્યાન દોરવા છતાં જવાબદાર ખાડિયા-૨ વોર્ડ ઇસ્પેક્ટર પોતાની યોગ્ય ફરજ નિભાવતા ન હોવાનું ધ્યાને આવેલ છે.
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ઘાંચીની પોળમાં મકાન નંબર 147 અને સીટી સર્વે નંબર 220 માં હાલમાં રેસીડેન્સીની મંજૂરી મેળવી જે બાંધકામ કાર્યરત છે તે બાંધકામમાં રજા ચિઠ્ઠીની શરતોનો ભંગ કરેલ હોવાનું ફોટોગ્રાફી ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે તેવા અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં ખાડીયા બે વોર્ડ ઇસ્પેક્ટર ચક્રવર્તી કાયદાનો યોગ્ય અમલ કરતા ન હોવાનું સ્થાનિક પ્રજા જણાવી રહી છે.
ત્યારે સવાલ એ થાય છે કે ખાડિયા બે બોર્ડ ઇસ્પેક્ટર ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કયા કારણોથી સ્થળ તપાસ હાથ ધરતા નથી ? તેની મધ્ય ઝોન ડીવાયએમસી દ્વારા યોગ્ય તપાસ હાથ ધરાય તેવું સ્થાનિક પ્રજા ઇચ્છિ રહી છે.
ઘાંચીની પોળમાં રેસીડેન્સી ની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરતા એકમો સામે હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરાતા અનેક એકમોને સીલ મારેલ હતા પરંતુ તે મોટાભાગના એકમો હાલમાં કાયદાનો ભંગ કરી, સિલ તોડી, કાર્યરત છે તે બાબતે જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા લેખિત ફરિયાદ કરેલ છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ખાડિયા બે વોર્ડ ઇન્સ્પેક્ટર આ તમામ ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરતા એકમો વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું ?
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા