Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડમાં બાલા હનુમાન ખાતે આવેલ નાકોડા હાઉસમાં ગેરકાયદેસર બાંધકામ કરી ! પરિપૂર્ણ થઈ ! વપરાશ કાર્યરત હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ! જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યૂઝ-વિષ્ણુ પ્રજાપતિ દ્વારા-તા. ૨૧-૧૨-૨૩

અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોનના ખાડિયા-૧ અને ખાડિયા-૨ વોર્ડમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો શરૂ થઈ, પરિપૂર્ણ કરી, વપરાશ ચાલુ થવા છતાં કાયદાકીય આપેલ નોટિસોનો ખાતાકીય અમલ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ કરાવી શકતા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગમાં વર્ષોથી એટલી હદે ભ્રષ્ટાચાર વકરી ગયો છે કે અધિકારીઓને કાયદાનો ડર જ રહ્યો નથી ? તેનું ઉત્તમ ઉદાહરણ બાલા હનુમાન ખાતે આવેલ નાકોડા હાઉસ નામની મસમોટી ગેરકાયદેસર ઇમારતને તારીખ ૧૧-૧૦-૨૦૨૩ ના રોજ તંત્ર દ્વારા ૨૬૦ (૨) ની નોટિસ આપેલ છે. ખાડીયા-૧ અને ૨ વોર્ડમાં નોટિસો આપવી અને પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાના ઓથા હેઠળ રાજકારણીઓ, બની બેઠેલા રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારી- કર્મચારીઓની ભ્રષ્ટાચાર આચરવાની મોડસ ઓપરેન્ડી ના કારણે પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

મ્યુનિસિપલ કમિશનરે કડક સૂચના આપેલ છે કે ગેરકાયદેસર બાંધકામો શરૂ થાય ત્યારે જ તેને અટકાવી ! તાકીદે દૂર કરી દેવા અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવી અને આ કાર્યવાહી હાથ ધરવાના પાવર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપેલા છે.

તો શું આ ગે.કા. આકાર પામેલા નાકોડા હાઉસને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાડિયા વોર્ડના ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરશે ?
આ નાકોડા હાઉસના ગેરકાયદેસર બાંધકામને તાકીદે સીલ કરાવી તેનો વપરાશ બંધ કરવાના આદેશ આપે છે કે કેમ ? તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ


ખાડિયા વોર્ડમાં બાલા હનુમાન ખાતે આવેલ નાકોડા હાઉસમાં ગેરકાયદેસર બાંધકામ કરી ! પરિપૂર્ણ થઈ ! વપરાશ કાર્યરત હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ! જાગૃત નાગરિકો…