Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

વસંત સિલેક્શન દુકાન જમીનદોસ્ત કરી, રજા ચિઠ્ઠીનું માહિતી સૂચક બોર્ડ લગાવ્યા વિના ! શરત ભંગ કરી કાર્યરત બાંધકામ : જાગૃત નાગરિકો..

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૮-૧૨-૨૦૨૩

ખડીયા-૧ વોર્ડમાં રતનપોળમાં આવેલ વસંત સિલેક્શન નામની દુકાનમાં ટી ગડરની મરામતની મંજૂરી મેળવી આરસીસી બીમ ભરી શરત ભંગ કરી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને whatsapp ના માધ્યમથી ફોટોગ્રાફી સાથે મળેલી ચોકાવનારી માહિતી..

જન સમૃદ્ધિ ન્યુઝને વસંત સિલેક્શન નામની દુકાનમાં ટી-ગડરના ઓથા હેઠળ આરસીસી બીમ ભરી ! શરત ભંગ કરી રહ્યા હોવાની ફોટોગ્રાફી સાથે માહિતી મળતા.. ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટરને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ! પરંતુ ખાડીયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ હાથ ધરી, કાયદાનો યોગ્ય અમલ કરતા ન હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો અને શરતોનો ભંગ કરતા અનેક કાર્યરત બાંધકામો સામે વોર્ડ ઇન્સ્પેક્ટરો કાયદાનો યોગ્ય અમલ કરતા ન હોવા છતાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આ કામગીરીને શા માટે નજર અંદાજ કરી રહ્યા છે ! તેનો ખુલાસો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યું. કમિશનર દ્વારા લેવાય તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

હવે એ જોવાનું રહ્યું કે આ વસંત સિલેક્શન નામની દુકાનમાં શરત ભંગ કરી !હાલમાં જે કામગીરી કાર્યરત છે તે કામગીરી સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે તે જોવાનું રહ્યું…


વસંત સિલેક્શન દુકાન જમીનદોસ્ત કરી, રજા ચિઠ્ઠીનું માહિતી સૂચક બોર્ડ લગાવ્યા વિના ! શરત ભંગ કરી કાર્યરત બાંધકામ : જાગૃત નાગરિકો..