Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ઘાંચીની પોળમાં મરામતની મંજૂરીના ઓથા હેઠળ રજા ચિઠ્ઠીની શરતોનો થતો ખુલ્લેઆમ ભંગ ! છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર નિદ્રાધીન..!

જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યુઝ
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તારીખ : ૧૮-૧૨-૨૦૨૩

ખાડિયા-૨ વોર્ડમાં મકાન નંબર 147 અને સીટી સર્વે નંબર 220 માં ઘાંચીની પોળ, કાગડા શેરીમાં મરામતની મંજૂરી મેળવી તો ખરી… પરંતુ નિયમ મુજબ માહિતી સૂચક બોર્ડ લગાવવું ફરજિયાત હોવા છતાં માહિતી સૂચક બોર્ડ ન લગાવી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરેલ હોવાનું આ તસવીરમાં સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી ખાડિયા-૨ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તાકીદે આ શરત ભંગ કરી રહેલા બાંધકામ વિરુદ્ધ રજા ચિઠ્ઠી રદ કરી, 260 મુજબની નોટિસો આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની પ્રબળ માંગ ઉઠવા પામી છે…


ઘાંચીની પોળમાં મરામતની મંજૂરીના ઓથા હેઠળ રજા ચિઠ્ઠીની શરતોનો થતો ખુલ્લેઆમ ભંગ ! છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર નિદ્રાધીન..!