વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને સમાજનાં લોકો જોડાયા.તા.૩૦/૧૧/૨૦૨૩ ના રોજ વિંઝોલ ખાતે વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી તરફથી વાલ્મીકિ સમાજ નો સ્નેહ મિલન નું સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી પાંત્રીસ ગામ દશકોશી વાલ્મીકિ પરગણા પંચ ના આગેવાનો કિરીટભાઈ અમીન,અમરતભાઈ વાઘેલા,ધનેશભાઇ વાઘેલા, શકરાભાઈ વાઘેલા,શંકરભાઈ અને દીપકભાઈ (લાંભા),પ્રકાશભાઈ વાઘેલા અને અન્ય સભ્યો,વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના અતુલભાઇ સોલંકી,જયંતીભાઈ વાઘેલા,અરુણભાઈ પૂરબિયા,હરીશભાઈ વાઘેલા,મનોજભાઈ વાઘેલા,મુકેશભાઇ વાઘેલા (ઈસરો),કિરણભાઈ વાઘેલા,ભરતભાઈ વાઘેલા,વિજયભાઈ પુરબિયા,જીગ્નેશભાઈ સોલંકી,જીતુભાઇ વાઘેલા,મુકેશભાઇ (વિંઝોલ), નરેન્દ્રભાઇ સોલંકી,સુનિલભાઈ સાકરિયા,નટુભાઈ મકવાણા માસ્તર,દિનેશભાઈ વાઘેલા માસ્ટર,ઈશ્વરભાઈ વાઘેલા માસ્ટર, જીતુભાઇ બેન્કર માસ્તર,હર્ષદભાઈ વાઘેલા માસ્તર વગેરે ,અખિલ ભારતીય એસ .સી./ એસ. ટી એકતા મંચ ના ચેતનભાઈ સોલંકી,રાજુભાઈ સોલંકી અને અન્ય સભ્યો, વાલ્મીકિ એકતા મંચ ના સુનિલભાઈ વાઘેલા, રામદેવ પીર યુવક મંડળ(વિંઝોલ) ના રણછોડભાઈ વાઘેલા,ઘનશ્યામભાઇ વાઘેલા,કિરીટભાઈ વાઘેલા,જીતેશભાઇ વાઘેલા અને સમગ્ર વિન્ઝોલના વાલ્મીકિ સમાજ હાજર રહ્યાં,ખોડીયાર યુવક મંડળ (વિંઝોલ) ના મિત્રો પણ હાજર રહ્યાં, ડેમોક્રેટિક ભારતીય પાર્ટીના હસમુખભાઈ લાપસિવાલા વગેરે મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની ઉજવણી કરી અને દશરથભાઈ વાઘેલા ને ફૂલહાર અને કેક કાપી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી.કાર્યક્રમ ના અંતમાં દશરથભાઈ વાઘેલા એ તમામ નાતી બંધુ ઓને ચા પાણી નાસ્તો અને સ્વરૂચી ભોજન કરાવી દરેક આવનાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!