Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકની વરણી…

જન સમૃદ્ધિ ન્યૂઝ – તા. ૦૧-૦૮-૨૦૨૩

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જી.એસ. મલિક વર્ષ 1994માં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. તેઓએ અમદાવાદ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં પોતાની ફરજ બજાવી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી સીટી ક્રાઈમના જે.સી.પી. પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ હતો. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 70 જેટલા અધિકારીઓની બદલી કરી હતી. તેમાં ઉચ્ચ અધિકારી જી.એસ. મલિકને અમદાવાદ શહેર પોલીસના કમિશનર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવેલ છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે બદલી પામેલા જી.એસ. મલિકે કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સના એડીજી તરીકે ચાર્જ છોડ્યા પછી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો જી.એસ. મલિક પોલીસ કમિશનર કચેરી શાહીબાગ ખાતે પહોંચતા જ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકની વરણી…