Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડના ચાર ગેરકાયદેસર બાંધકામોનો સફાયો…

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૨૯-૦૪-૨૦૨૩
અમદાવાદ મહાનગર પાલિકાના ગેરકાયદેસર બાંધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે.
જેને લઈને મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની રાહબરી હેઠળ દરીયાપુર વિસ્તારમાં (૧) સીટી સર્વે નંબર ૨૦૯૮, કુંભારવાડો, સરકીવાડ ખાતે (૨) સીટી સર્વે નંબર ૨૦૭૧/પી, કુંભારવાડો, સરકીવાડ ખાતે (૩) સીટી સર્વે નંબર ૩૯૪૪, મોટી બલુચાવાડ ખાતે અને (૪) સીટી સર્વે નંબર ૩૯૧૫, મોટી બલુચાવાડ ખાતેના મસ મોટા સ્કીમ પ્રકારના ગેરકાયદેસર બાંધકામોને દરિયાપુર પોલીસ સ્ટેશનથી મળેલ પોલીસ બંદોબસ્તના આધારે તારીખ ૨૮-૪-૨૩ ના રોજ દૂર કરવામાં આવ્યા છે.
આમ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ચાર મસ મોટા બિન પરવાનગીના બાંધકામો સામે કડક હાથે કાર્યવાહી કરી કુલ ૯૮૪૫ ચોરસ ફૂટના બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરેલ છે.
કહેવાય છે કે દરિયાપુર વિસ્તારમાં જે રીતે કડક કાર્યવાહી કરી.. તેવી જ રીતે ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં પણ અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો હોવાથી આ વોર્ડમાં પણ કાયદાનો અમલ સમાંતર રીતે થાય તેવી જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડના ચાર ગેરકાયદેસર બાંધકામોનો સફાયો…