

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૧૬-૦૮-૨૦૨૩
અમદાવાદ શહેરના દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની આગવી પ્રેરણાથી “આપણું દરીયાપુર.. સમૃદ્ધ દરિયાપુર” શીર્ષક હેઠળ યોજનાકીય કેમ્પનું સુંદર આયોજન હાથ ધરવામાં આવેલ છે.
આ યોજનાનો મુખ્ય હેતુ “આપનો સેવક… આપની સેવામાં… આપને દ્વાર ” યોજનામાં કોર્પોરેશનના તમામ વિભાગો દ્વારા જે તે ડોક્યુમેન્ટો તે જ સમયે તાત્કાલિક કાઢી આપવા અંગેનું સુંદર આયોજન હાથ ધરેલ છે.
આ સેવાકીય કાર્યમાં (૧) આયુષ્યમાન કાર્ડ (૨) આધાર કાર્ડમાં સુધારા વધારા (૩) ઈશ્રમ કાર્ડ (૪) રેશનકાર્ડ (૫) આવકનો દાખલો (૬) મહિલાઓ માટે ફ્રી લોહીની તપાસ (૭) શ્રમિક અંત્યોદય યોજના અંતર્ગત વીમો કઢાવવા અંગેની તાત્કાલિક કામગીરી તા. ૧૮-૦૮-૨૦૨૩ ને શુક્રવારના રોજ ભાવસાર હોલ, શાહપુર મેટ્રો સ્ટેશન પાસે, હલીમની ખડકી રોડ, શાહપુર ખાતે સવારે ૦૯ થી ૦૫ સુધી કામગીરી હાથ ધરાશે…
તો દરિયાપુર વિધાનસભાની તમામ પ્રજાને આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ મેળવવા નમ્ર અપીલ છે.
Average Rating
More Stories
નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..
નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!