October 1, 2023

ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શ્રધ્ધાળુ ભક્તોની ભીડ વચ્ચે ધામધૂમ પૂર્વક સંપન્ન…

ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શ્રધ્ધાળુ ભક્તોની ભીડ વચ્ચે ધામધૂમ પૂર્વક સંપન્ન…
Visitors 1818
1 0
Read Time:3 Minute, 1 Second

અમદાવાદ શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ નિત્યક્રમે હર્ષો ઉલ્લાસથી શ્રદ્ધાળુ લોકો ભક્તિ, સદભાવના અને ભાઈચારાથી રથયાત્રા ઉજવતા હોય છે, તેવીજ રીતે આ વર્ષે પણ પરંપરાગત માર્ગો ઉપર શણગારેલા ગજરાજો, ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ, સાધુ – સંતો – ભક્તો સાથે ખલાસી ભાઈઓ રથ ખેંચતા નજરે પડી રહ્યા હતા.
રથયાત્રાના દિવસે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંગળા આરતીમાં ભારત સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા તથા મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલ તથા નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.
જગન્નાથ મંદિરેથી સવારે ૭ કલાકે રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને લગભગ ૯ કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ ખાતે રથયાત્રાની શરૂઆત થઈ હતી , ભગવાનના રથ દાણાપીઠ ખાતે પહોંચતા અમદાવાદ મહાનગર પાલિકાના મેયર કિરીટભાઈ પરમાર દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અન્ય હોદ્દેદારોએ પણ ભગવાન જગન્નાથજીના વધામણા કર્યા હતા.
ત્યારબાદ સરસપુર મોસાળમાં ભગવાનનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ભાવિ ભક્તોને ભોજનરૂપી પ્રસાદ પીરસી સરસપુરના ધાર્મિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
પ્રસાદી લીધા પછી સરસપુર ખાતેથી નીકળી દરિયાપુર પ્રેમ દરવાજા પાસે આવતા દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ જૈન તેમજ અન્ય સાથી રાજકીય ભક્તોએ રથયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ રથયાત્રા દરિયાપુર થઈ દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઇસ્કુલ, ઘીકાંટા, પાનકોર નાકા, માણેકચોક થઈ નિજ મંદિરે ભગવાન જગન્નાથ નગરચર્યા કરી ધામધૂમથી પરત ફર્યા હતા.
અમદાવાદ શહેરની 146મી રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, સેક્ટર 1 અને 2 ના અધિકારીઓ, તેમજ ડીસીપી, એસીપી, પીઆઇ તેમજ તમામ પોલીસ જવાનોની તનતોડ મહેનત અને સુંદર આયોજનની સાથે સાથે પ્રજાજનોનો સંપૂર્ણ સાથ અને સહકાર જે જોવા મળ્યો તે બદલ જન સમૃદ્ધિ ન્યૂઝ સૌનો આભાર વ્યક્ત કરે છે…

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શ્રધ્ધાળુ ભક્તોની ભીડ વચ્ચે ધામધૂમ પૂર્વક સંપન્ન…