


વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગમાં ચાલતી ગેરરીતીઓને રોકવા માટે અનેક સૂચનાઓ અને સરર્ક્યુલરો કરી, કાયદાનો કડક અમલ કરવા તેમજ કાયદાનો ભંગ કરતા તત્વોને નેસ્ત નાબૂદ કરવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે.
પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ કાયદાનો યોગ્ય અમલ કરાવી શકતા ન હોવાનું ધ્યાને આવેલ છે.
મધ્ય ઝોનમાં ખાડિયા વોર્ડમાં સારંગપુર દરવાજા સરકારી ચાવડી પાસે જૂની રોજી સિનેમા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દુકાનો બાંધી હાલમાં વપરાશ ચાલુ કરેલ હોવાના ફોટા જનસમૃદ્ધિ ન્યુઝ ને મળવા પામેલ છે જે આપ નિહાળી રહ્યા છો.
આ ફોટા ઉપરથી જોતા જો ખરેખર આ ત્રણ દુકાનો કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર બનાવેલ હોય તો ધિક્કાર છે જવાબદાર વોર્ડ ઇસ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને..!કારણ કે કાયદાનો અમલ કરાવવાની જેઓની જવાબદારી છે તે લોકો જ કાયદાનો ભંગ કરતા તત્વોને છાવરે અને કોઈ કાર્યવાહી હાથ ના ધરે તો આ તંત્ર શું કામનું ? ઉચ્ચ અધિકારીઓ ફક્ત શોભાના ગાંઠીયા સમાન બેસી રહે અને પ્રજાના પરસેવાની કમાણીનો મબલક પગાર મેળવે અને કાયદાનો અમલ ના કરે તેમ છતાં તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ના ધરાય કેટલી શરમજનક ઘટના…!
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગમાં કોમ્પ્લેક્સોના ભોંયરામાં પાર્કિંગની જગ્યામાં કરેલ ગેરકાયદેસર દુકાનો બાબતે અને કાલુપુર ટંકશાળ મનસુખલાલ ની પોળ ખાતેના ગેરકાયદેસર બાંધકામમાં સીલ તોડી.. બાંધકામ પૂર્ણ કરી રહ્યા ની માહિતી જન સમૃદ્ધિ ન્યુઝ ને મળેલ છે જેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ…
Average Rating
More Stories
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
બહેરામપુરા વોર્ડમાં નબીનગર વિભાગ ઈ, બેરલ માર્કેટ ખાતે મસમોટી ગેરકાયદેસર સ્કીમના નાટકીય ડિમોલેશનને કારણે હાલમાં ફરીથી ગેરકાયદેસર બાંધકામ કાર્યરત ! જાગૃત નાગરિકો…
માધુપુરા પોલીસની રહેમ નજર હેઠળ…! માધુપુરા ઠાકોરવાસ ખાતે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ! જાગૃત નાગરિકો…