



વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૨૮-૦૪-૨૦૨૩
અમદાવાદ મહાનગર પાલિકાના નિકોલ વિસ્તારમાં ઇન્દિરા નગર-૨ માં લગભગ ૫૬ મકાનો આવેલા છે, ત્યાં આજે પાણીની સુવિધા ન હોવાને કારણે પ્રજાને વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે.
કહેવાય છે કે અમ. મ્યુ. કોર્પોરેશન દ્વારા ખોદ કામ કરીને ગયા છે, પણ જવાબદાર અધિકારીની ફરજ પ્રત્યેની બેદરકારી ને કારણે પાઇપ લાઈનનું કામ પૂરું ના કરાતા દરરોજ એક પાણીનું ટેન્કર મંગાવવું પડે છે.. જે ટેંકરનું પાણી પણ પીવા લાયક ન હોવાનું તેમજ આ પાણી તમામ મકાનોમાં પહોચતું ન હોવાનું જાણવા મળેલ છે.
ભારત સરકાર દ્વારા જે યોજના જળ પે નળ બહાર પાડેલ છે એ યોજનાનો કોઈ લાભ મળતો ન હોવાનું જાણવા મળેલ છે. તેમજ નિકોલ વિસ્તારમાં ચૂંટાઈને આવેલા કોઈ કાઉન્સિલર અમારી મુલાકાતે આવતા ન હોવાનું કે અમારી સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવે તે અંગે કોઈ જોવા આવતું ન હોવાની ચોંકાવનારી માહિતી મળેલ હતી…..
Average Rating
More Stories
લાંભા વોર્ડમાં પીવાનું પાણી ન મળતાં રહીશો દ્વારા નારોલ ઝોનલ કચેરી ખાતે મહિલાઓ દ્વારા વિરોધ અને આક્રોશ પ્રદર્શન કર્યું….
ગુજરાતમાં સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ : અમિત ચાવડા
રોજગારી ના જુમલાવિકાસ ના જુમલાનળ સે જળ ના જુમલામળતીયાઓ અને વહિવટદારોની સરકાર જનમંચ થી જનનેતા અમિતભાઇ ચાવડા નો હુંકાર